હિન્દુ ધર્મમાં શબ્દનું મહત્વ એટલે શબ્દમાં રહેલી આધ્યાત્મિક શક્તિ.મંત્રનો ઉદ્રમ ભારતની વૈદિક પરંપરામાં થયો અને પછી હિન્દુ, બૌદ્ધ,જૈન, શીખ ધર્મ માં આવશ્યક સ્થાપિત થયો.મંત્રોની મૂળ કલ્પના વેદોમાં છે.સૌથી મૂળ મંત્ર ૐ પ્રણવ મંત્ર છે.બીજાક્ષર ૐ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે.
મંત્ર, ધ્વનિ ઉચ્ચારણ શબ્દોના સમૂહ છે.જ્યા સ્પંદન છે ત્યાં ધ્વનિ છે. સૃષ્ટિનું સમગ્ર અસ્તિત્વ ધ્વનિ સાથે જોડાયેલું છે.મંત્ર રચનાત્મક અને અસરકારક પરિબળ ઉત્પન્ન કરી શકે છે.જો સંપૂર્ણ સમજ અને એકાગ્રતાથી ઉચ્ચારણ થાય તો વિશિષ્ટ પ્રકારની ઉર્જા સક્રિય થાય છે અને મંત્ર remote control જેવું કાર્ય કરે છે.મંત્ર વિજ્ઞાનના માધ્યમથી આપણા ઋષિમુનિઓ સંકલ્પ શક્તિ દ્રારા આજની technology જેવું કાર્ય કરતાં.
કહેવાય છે કે સંસ્કૃત ભાષાની શબ્દમાળાઓનુ ઉચ્ચારણ વ્યક્તિમાં આધ્યાત્મિક અસર ઉભી કરે છે.મંત્રો હંમેશા સંસ્કૃત મૂળ ધરાવતા હોય છે.તેમા આકાર અને ધ્વનિ સંકળાયેલા હોય છે.
હિન્દુ પૌરાણિક સાહિત્યમાં ધણાં મંત્રો છે.દરેક દેવી દેવતાના મંત્રો, મહામંત્ર અને બીજમંત્ર હોય છે.
ગણપતિ જ્ઞાન, બુદ્ધિમત્તા, ચતુરાઇ અને કરૂણાના દેવતા છે.વિધ્નહરતા,સફળતા પ્રદાન કરતા,સુખકર્તા, દુઃખ હર્તા મંગળકારી દેવની આપણે ગણેશોત્સવ પર ધામધૂમથી પૂજા આરાધના કરીએ છે.
વિવાહથી લઇને ગૃહપ્રવેશ દરેક શુભ કાર્યના પ્રારંભમાં ગણેશ પૂજન થાય છે.દેવતાઓની પૂજા અને અનુષ્ઠાન કરતી વખતે શ્રીગણપતિની અનુમતિ વગર કોઇ પણ દીશામાંથી દેવતાઓ આવતા નથી.વિધ્નહર્તા ગણપતિનું પ્રથમ પુજન થાય છે.
શિવજી અને પાર્વતીના પુત્ર ગણેશજી ભૌતિક અને આધ્યાત્મિક સફળતા પ્રદાન કરે છે.વેદપુરાણ પ્રમાણે ગણેશજીએ વેદોની રચના કરવામાં અભીન્ન ભાગ ભજવ્યો છે.ગણપતિની સુંઢ પર ધર્મ, કાનોમાં વેદો અને પેટમાં સમૃદ્ધિનો વાસ હોય છે.
ગણેશજીમા નિરાકાર દેવત્વ ભવ્ય સ્વરૂપે સમાયેલું છે જે ભક્તોને સફળતાના આશીર્વાદ આપે છે.’ગણ’ એટલે સમૂહ.આ સૃષ્ટિ અણુના સમૂહોની અને ઉર્જા ની બની છે.અણુ અને ઉર્જાના અધ્યક્ષ ગણપતિ.હિન્દુ શાસ્ત્ર પ્રમાણે પ્રકૃતિના મહત તત્વનુ પ્રતિનિધિત્વ કરે છે.સાર્વત્રિક બુદ્ધિ મહત તત્વ છે.ગણપતિનુ મસ્તક આત્માનું પ્રતીક છે.સમગ્ર શરીર ધરતી પર માયાની સત્તાનું પ્રતીક છે.આ ધરતી પરના વિવિધ તત્વોમાં અરાજકતા હોત જો ‘ગણ’ના અધિપતિનુ રાજ્ય ન હોત તો.
માતા પાર્વતી અને પિતા મહાદેવના આશિષથી પ્રથમ પૂજનના દેવ ગણપતિના જન્મદિવસ પર વિધ્નહર્તા, સમૃદ્ધિ સંપત્તિની કૃપા કરનાર શ્રી ગણેશજી છે.
ગણેશોત્સવ ભાદરવા સુદ ચોથની તીથી પર દસ દીવસ સાથે ઉજવાય છે.ગણેશ ચતુર્થી પર ગણપતિની સ્થાપના કરવામાં આવે છે જે પાર્થિવ ગણેશ કહેવાય છે.મહાભારતનુ લેખનકાર્ય કરતાં ત્રણ વર્ષ થયાં.સતત લેખન કરતાં કરતાં ગણપતિના અંગમાં દાહ થવા લાગી.ત્યારે વેદવ્યાસજીએ તેમના શરીર પર માટીનો લેપ કર્યો.આ લેપ ધીરે ધીરે મૂર્તિ જેવો થઇ ગયો.મહાભારતના લેખન પછી વેદવ્યાસજીએ ગણપતિને નદીમાં સ્નાન કરાવ્યું અને માટી વિસર્જન કરી.એટલે પાર્થિવ ગણપતિની ગણેશોત્સવમાં પૂજા આરાધના થાય છે.અને ધામધુમથી વિસર્જન થાય છે.
ગણપતિની પૂજામાં લાલ વસ્ત્ર, લાલ ફૂલ,રક્તચંદનનુ મહત્વ છે.લાલ વસ્તુઓ અર્પણ કરવાથી ગણેશ તત્વ આકૃષ્ટ થાય છે અને ગણેશ મૂર્તિ જાગૃત થાય છે.ગણપતિને મોદક પ્રિય છે.’મોદ’ એટલે આનંદ.’ક’,એટલે ભાગ.આનંદપ્રદાન કરનારી શક્તિ.મોદકને જ્ઞાન મોદક કહેવાય છે.મોદક આકારમાં ટોચ નાની બનાવાય છે અને નીચે લાડુની જેમ ગોળ બનાવાય છે..એમ જ્ઞાન પણ શરૂઆતમાં થોડું લાગે છે પણ ધીમે ધીમે અગાધ લાગે છે.ગણપતિને ધરો એટલે કે દૂર્વા પ્રિય છે.દૂર્વાનો ગુણ છે પ્રસરવુ અને પાસે આવવું.ધરો અર્પણ કરી ગણેશ તત્વને મૂર્તિમાં પધારવા વિનંતી કરાય છે.
ભારત અને વિદેશમાં રહેતા ભારતીયો પણ ગણેશોત્સવ ધામધુમથી ઉજવે છે.ભક્તો ભક્તિ પૂર્વક ગણપતિજીના મંત્રોનું આવાહન કરી જ્ઞાન અને સફળતાની પૂર્તિ કરે છે.ગણપતિજીના ઘણા મંત્રો છે.ગણપતિના મંત્રો તેમની ઉર્જાથી ભરપૂર છે.વિવિધ કાર્યોની સફળતા માટે મંત્રોનું આવાહન કરી ગણપતિની કૃપા પ્રાપ્ત થાય છે.

સૌના મુખે સાંભળવા મળે એવાં આ મંત્રમાં ગણપતિ નું વર્ણન અને ફળ બતાવ્યું છે.વક્રતુડ એટલે વાંકી સુંઢ વાળા, મહાકાય એટલે શક્તિશાળી વિશાળ શરીર, સુર્ય કોટી સમપ્રભા એટલે કરોડો સુર્યના તેજ સમાન.નિરવ્ધિનં કરુમે દેવા સર્વકાર્ય સર્વદા.આ મંત્રથી ભક્તો ગણપતિના ગુણગાન કરી કાર્યના પ્રારંભથી અંત સુધી વિધ્નો હરવાની પ્રાર્થના કરે છે.
ૐ એકદન્તાય વિદ્મહયે, વક્રતુંડાય ધીમહિ
તન્નો દન્તિ પ્રચોદયાત.આ ગણેશ ગાયત્રી મંત્ર છે.
પરશુરામજીએ ગણપતિ સાથે યુદ્ધ કરતા સમયે મહાદેવની આપેલી કુહાડી ઉગામી હતી.પિતાજીનુ માન રાખવા ગણપતિએ દાંત પર ધરી લીધી હતી.એક દાંત તૂટી ગયો.એક દંતાય કહેવાય છે.જીવનમા મુશ્કેલીઓ અને અડચણો વારંવાર આવે છે.ત્યારે સાચી ભાવનાથી આ મંત્રનું ઉચ્ચારણ આત્મવિશ્વાસ વધારે છે.
ૐ ગં ગણપતેય નમઃ ગણપતિ ઉપનિષદનો મંત્ર છે.
આ ગણપતિનો બીજ મંત્ર છે.બીજમંત્ર આત્માનું સ્પંદન અને આહવાન કરે છે.ગહન સમાધિમાં આ મંત્રનો પ્રભાવ ઝડપથી થાય છે.એકાગ્રતાથી કરવામાં આવતા આ મંત્રથી બુદ્ધિ વિકસીત થાય છે એવો અનુભવ થાય છે.વાક સિદ્ધ પ્રાપ્ત થાય છે.
ઓમ નાદ છે.ગં એટલે ગણપતિના મંત્રની ગુપ્ત શક્તિ.ગણપતેય નમઃ એટલે વિધ્નહર્તાને નમન કરું છું
મનુષ્યની ભાષા નાદ કહેવાય છે જે ગણપતિ સમજી શકે છે.તંત્રશાસ્ત્ર પ્રમાણે કળિયુગમાં ગણપતિ ભક્તોની મનોકામના શીધ્ર પૂર્ણ કરે છે.
ૐ ગણેશ ઋણ છિન્ધિ વરેણ્યં હું નમઃ ફટ|કોઇવાર ઋણમાંથી મુક્ત થવું મુશ્કેલ બની જાય છે.ઋણ જીવનમાં તણાવ પેદા કરે છે.વ્યક્તિ માનસિક રીતે ભાંગી પડે છે.હતાશા પીછો નથી છોડતી.જીવન દરીદ્રતામા ધકેલાઈ જાય છે.દરીદ્રતા નિવારણ અને ઋણ મુક્તિ માટે આ મંત્ર ફળદાયી છે.
ઓમ ગજકર્ણિકે નમઃ આ મંત્ર ગણપતિના કાનનું વર્ણન કરે છે જે ગજ એટલે હાથી જેવા કાન છે.આ મંત્ર કરવાથી શરીરની ૭૨,૦૦૦ નાડીઓ અને સાત ચક્રો સુસંગત થાય છે.નાડી શબ્દ નાદ પરથી છે.નાદ એટલે સ્પંદન.નાડી શરીરમાં પ્રાણનું વહન કરે છે.આ મંત્રથી સાંભળવાની આંતરિક શક્તિ મળે છે.દિવ્ય અવાજ સંભળાય છે.આ મંત્ર ધ્યાન કરવા માટે ઉત્તમ છે.વરદસ્તોત્રમા ગણેશજી સંગીત અને નૃત્ય સાથે જોડાયેલા છે એવું વર્ણન છે.નર્તક રૂપની મૃદંગ વગાડતા ગણપતિની મૂર્તિ અને ચિત્ર જોવા મળે છે.
આદી દેવ શ્રી ગણેશજી શુભતા,ખૂશહાલી અને મંગળકારીના સૂચક છે.દરેક યુગમાં ભક્તોની મનોકામના પૂર્ણ કરવા હાજરા હજૂર છે.
મંત્રની શક્તિ અને પુરૂષાર્થથી દેવ અતિ પ્રસન્ન થાય છે.