દસ મહાવિદ્યા

કાલી તારા મહાવિદ્યા ષોડશી ભુવનેશ્વરી

ભૈરવી છિન્ન મસ્તા ચ વિદ્યા ઘૂમાવતી તથા

બંગલા સિદ્ધ વિદ્યા ચ માતંગી કમલાત્મિકા

એતા દશ મહાવિદ્યા: સિદ્ધી વિદ્યા: પ્રકીર્તિતા:

મા દુર્ગાના નવ સ્વરૂપની આરાધના નવરાત્રી દરમિયાન થાય છે.શ્રદ્ધાળુ સાધકો મહાકાળીના દસ મહાવિદ્યા સ્વરૂપોની સાધના નવરાત્રીમાં કરે છે.દસ સ્વરૂપની સાધના કરવા માટે આખું જીવન પણ ઓછું પડે છે.જેથી સાધક કોઈ એક દેવીની સાધના કરી શકે છે.

આ સાધના તાંત્રિક પદ્ધતિથી થાય છે.

દસ મહાવિદ્યાની સાધના અનુભવી વ્યક્તિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે.સાથે કાળભૈરવની ઉપાસના કરાય છે.કોઇ પણ જાતિ,રંગ,વર્ગના ભેદભાવ આ ઉપાસનામાં રખાતા નથી.

તંત્ર ક્ષેત્રમાં દસ મહાવિદ્યાનો પ્રભાવ વિશેષ જોવા મળે છે.બ્રહ્માડની ઉર્જાનો સ્ત્રોત દસ મહાવિદ્યા છે.શક્તિ વગર શિવ પણ શૂન્ય છે.ભગવાન વિષ્ણુની શક્તિ દસ મહાવિદ્યા છે.શક્તિની પૂજા શિવ વગર અધૂરી છે.સંસારમા દસ દીશાઓ સ્પષ્ટ છે.દસ મહાવિદ્યા પાર્વતીના દસ સ્વરૂપ છે.

પુરાણો અનુસાર જ્યારે ભગવાન શિવના પત્ની સતીના પિતા દક્ષ રાજાએ યજ્ઞનું આયોજન કર્યુ ત્યારે શિવ અને સતીને આમંત્રિત નહીં કર્યા.નારદમુનીએ જાણ કરી ત્યારે સતી યજ્ઞમાં જવા તૈયાર થયા.શિવજીએ ના પાડતા સતીમાતા ક્રોધે ભરાયા.અને મહાકાળી રૂપ ધારણ કર્યું.દસ દીશામાંથી દસ સ્વરૂપ પ્રગટ કર્યા.આ ભયંકર દ્રશ્ય જોઈ શિવજી એ સતીમતાને પૂછ્યું આ દશ રૂપ કોણ છે.માતાજીએ ઉત્તર આપ્યો કે આ દસ રૂપ મારા જ છે.મહાકાળી કૃષ્ણ રંગની છે.તમારી ઉપર નીલા રંગની તારા, પશ્ચિમ દિશામાં છિન્નમસ્તા, બાજુમાં ભુવનેશ્વરી,પીઠ પાછળ બગલામુખી,પૂર્વ દક્ષિણમાં ઘૂમાવતી, દક્ષિણ પશ્ચિમમાં ત્રિપુર સુંદરી, પશ્ચિમ ઉત્તરમાં માતંગી, ઉત્તર પૂર્વમા ષોડશી અને મેં પોતે ભૈરવી રૂપ ધારણ કર્યું છે.

હું દક્ષરાજાના યજ્ઞમાં જઇશ .મારો હિસ્સો મેળવીશ અથવા એનો વિધ્વંસ કરીશ.

આ દસ મહાવિદ્યા દશાવતાર છે.ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના દસ અવતાર સમાન છે.

દસ મહાવિદ્યા અને શિવના દસ સ્વરૂપ

૧) મહાકાળી અને મહાકાલ.(૨)તારા અને અક્ષોભ્ય

(૩) ષોડશી અને કામેશ્વર.(૪) ત્રિપુરા સુંદરી અને દક્ષિણામૂર્તિ (૫) માતંગી અને માતંગ

(૬) ભૂવનેશ્વરી અને ત્ર્યંબકેય (૭)છિન્નમસ્તા અને ક્રોધભૈરવ,કબંધ (૮) ઘૂમાવતી વિધવા રૂપે છે

(૯) બગલામૂખી અને મૃત્યુજંય,એકત્ર (૧૦)કમલા અને સદાશિવ

દસ મહાવિદ્યા અને વિષ્ણુના દશાવતાર

(૧)મહાકાળી અને કૃષ્ણ (૨)તારા અને મત્સ્ય

(૩)ષોડશી અને પરશુરામ (૪) ભુવનેશ્વરી અને વામન

(૫) ત્રિપુરાસુંદરી અને બલરામ (૬)છિન્નમસ્તા અને નૃસિંહ (૭)ઘૂમાવતી અને વારાહ (૮) માતંગી અને રામ

(૯) બગલામુખી અને કૂર્મ (૧૦) કમલા કલ્કિ અવતાર

એમ પણ કહેવાય છે કે દસ મહાવિદ્યા ૧૨ છે.દુર્ગા અને અન્નપુર્ણા. જેની રક્ષા ૧૧ ભૈરવ કરે છે.

પ્રકૃતિ અનુસાર દસ મહાવિદ્યાના ત્રણ સમુહ છે.

સૌમ્ય કોટી.ત્રિપુરા સુંદરી, માતંગી, ભુવનેશ્વરી,કમલા

ઉગ્ર કોટી. મહાકાળી,છિન્નમસ્તા,ઘૂમાવતી, બગલામુખી.

સૌમ્ય ઉગ્ર કોટી.તારા,ત્રિપુરા સુંદરી,ભૈરવી.

ઘનધોર મહા શક્તિ મહાકાળી સાક્ષાત મહામાયા આદિશક્તિ છે.અંધકારમાથી પ્રગટ થવાથી અને રક્તબીજ દૈત્યનો વધ કરવા માતાજીએ કાળકા સ્વરૂપ ધારણ કર્યુ હતું.સાક્ષાત જાગૃત રૂપ છે.કલકત્તાના કાલી ઘાટ પર, ઉજ્જૈનમાં ભૈરવગઢ પર ગઢકાલી રૂપે અને ગુજરાતમા પાવાગઢમાં બિરાજે છે.

મા તારા તાંત્રિકોની પ્રમુખ દેવી છે.તારને વાલી મા તરીકે પૂજાય છે.હયગ્રીવ નામના દૈત્યનો વધ કરવા માતાજીએ ઉર્ગ નીલ વર્ણ ધારણ કર્યો હતો.આકાશના તારા સમાન બિંદુ રૂપે ઝળહળે છે.ભગવાન રામની વિધ્વંસક શક્તિ મા તારા છે અને આ શક્તિ સ્વરૂપે રાવણનો વધ કર્યો હતો.ભગવાન શિવે સમુદ્ર મંથન સમયે વિષ ધારણ કર્યું હતું જેથી દાહ ઉત્પન્ન થયો.મા તારાએ પોતાની શક્તિ દ્વારા શિવજીને બાળસ્વરપ કરી સ્તનપાન કરાવી દાહ શાંત કર્યો હતો.નીલ સરસ્વતી તરીકે મા તારા જ્ઞાનની દાતા છે.પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં બિરાજે છે.દેવી સતીના નેત્ર આ સ્થળ પર છે એટલે નયનતારા કહેવાય છે. સીમલા પાસે શોધી ગામમાં પણ તારા માતાનું મંદિર છે.

મા ત્રિપુરા સુંદરી.ષોડશ કળાની દેવી છે.લલિતા અને રાજ રાજેશ્વરી દેવી તરીકે પૂજાય છે.ત્રિપુરા રાજ્યમાં ત્રિપુરા સુંદરી શક્તિપીઠ છે અને સતી માતાના વસ્ત્ર આ સ્થળ પર છે.ઉદયપૂરથી નજીક રાધા કિશોર ગ્રામ્ય સ્થળે મંદિર છે ત્યાં માતાના ચરણ છે

મા ભુવનેશ્વરી.આદિ શક્તિ અને મૂળ પ્રકૃતિ મા ભુવનેશ્વરી શતાક્ષી આને શાકંભરી માતા તરીકે પૂજાય છે.ઉત્તરાખંડમા બિરાજે છે.

મા છિન્ન મસ્તા.માથુ કપાયેલ, કબંધમાથી ત્રણ રક્તની ધારા વહે છે,ત્રણ નેત્ર છે.ગળામા હાડકાંની માળા છે અને જનોઇ ધારણ કરી છે.આ સ્વરૂપ ઝારખંડમાં રાંચીથી દૂર ભૈરવીભેડા અને દામોદર નદીના સંગમ પર બિરાજે છે.

મા ભૈરવી.ત્રિપુરા ભૈરવી માતા તરીકે પૂજાય છે.બંદી છોડ માતા કહેવાય છે.સંસારના બંધનોમાંથી મુક્ત થવા સાધકો ભૈરવીની આરાધના કરે છે.ઉજ્જૈનમા ભૈરવ પર્વત પર બિરાજે છે.

મા ઘુમાવતી. વિધવા માતા મનાય છે.એક વખત માતાજીએ ભોજન માગ્યું પણ મહાદેવજીને આપતા સમય લાગ્યો.માતાજી મહાદેવજીને ગળી ગયા.માતાજીના શરીરમાંથી ધુમાડો નીકળ્યો તેમાંથી મહાદેવજી બહાર આવ્યા.પતીને ગળી જવાના કારણે વિધવા કહેવાય છે.મધ્ય પ્રદેશના દાંતિયા ગામમાં બિરાજે છે.

માતા બગલામુખી.શત્રુઓ પર વિજય અપાવનારી માતા છે.જન્મ મરણના બંધનોમાંથી મુક્તિ અપાવે છે.મધ્ય પ્રદેશના દાંતિયા અને નલખેડા વિસ્તારમાં બિરાજે છે.કાગંડા હિમાચલ પ્રદેશમાં પણ માતાજીનું મંદિર આવેલું છે.

મા માતંગી.માતંગ ઋષિની પુત્રી છે.ગૃહસ્થીઓ માતંગી માતાની આરાધના કરે છે.મધ્યપ્રદેશના જાબુઆમા માતંગી માતાનું સ્થાન છે.

મા કમલા.કમલારાણી તરીકે પૂજાય છે.મહાલક્ષ્મીનુ સ્વરૂપ છે.દરીદ્રતા, સંકટ,કલહ અને અશાંતિથી મુક્તિ પ્રદાન કરે છે.

દસ મહાવિદ્યાનો દસ દીશામાં વાસ છે.મહાકાળી અને તારા ઉત્તર દીશામાં, ષોડશી ઇશાન દિશામાં, ભુવનેશ્વરી પશ્ચિમ દિશામાં, ત્રિપુરા દક્ષિણ દીશામાં, છિન્ન મસ્તા પૂર્વ દીશામાં,ઘૂમાવતી પૂર્વ દીશામાં, બગલામુખી દક્ષિણ દિશામાં,માતંગી વાયવ્યમાં,કમલા નૈઋત્યમાં.

જે સાંસારિક કાર્યોમાં સહાય કરે તે અવિદ્યા.

જે મુક્તિ અપાવે તે વિદ્યા.

અને જે ભોગ અને મોક્ષ અપાવે તે મહાવિદ્યા.

Author: સત્વ

Avid reader on varied subjects starting from Religion, Spirituality to Politics and Finance market too.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: