ભગવાન વિષ્ણુના વ્યૂહ સ્વરૂપ અને લક્ષ્મી તંત્ર.

લક્ષ્મી નારાયણ

શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર ભગવાન વિષ્ણુના ચતુરાત્મ,ચતુર્વ્યૂહ અને ચતુર્મુર્તિની સ્તુતિ કરે છે.

ચતુરાત્મા ચતુવ્યર્યૂહ:ચતુર્દષ્ટ્રશ્ર્વતુર્ભુજ:

ચતુરાત્મ ભગવાન વિષ્ણુની ચાર અભિવ્યક્તી સૃષ્ટિ, સ્થિતિ,લય અને ધર્મ

ભગવાન વિષ્ણુના ચાર વ્યૂહ સ્વરૂપ સૃષ્ટિના ૬ કારણોમાં ચાર કારણો સાથે સંબંધિત છે.

નારાયણ _વિચાર, વાસુદેવ_ભાવના, પ્રદ્યુમ્ન_જાણવુ

સંર્કષણ_ઇચ્છા અને અનિરુદ્ધ_ અભિનય.દરેક દિવ્યતા તેની વિશિષ્ટ રચનાત્મકતા ઉર્જાને નિયંત્રિત કરે છે.પંચરાત્ર ગ્રંથમા વર્ણન પ્રમાણે ચાર વ્યૂહ સ્વરૂપ બ્રહ્માંડના ચાર પરિબળો રજૂ કરે છે.

પ્રકૃતિના અસંખ્ય બ્રહ્માંડ અને પ્રકૃતિનુ સમગ્ર કાર્ય રહસ્યમય છે.સંસારના કોઇ પણ પ્રાણીની શક્તિ નથી કે આ રહસ્ય જાણી શકે.મનુષ્ય તો એમ જ સમજતો આવ્યો છે કે આ બધું આદિ કાળથી ચાલતું હતું અને ચાલ્યા કરે છે.પ્રકૃતિ અને પરમાત્માના લયથી સૃષ્ટિનું સર્જન થાય છે અને વિનાશ થાય છે ત્યારે પ્રલય પણ થાય છે.સૃષ્ટિ અને પ્રલય વચ્ચેની દશા ‘સ્થિતી’ છે.આમ જગતની ત્રણ અવસ્થા છે સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય.સૃષ્ટિનુ સર્જન કરતી વખતે પરમાત્મા પ્રદ્યુમ્ન,પાલન કરતી વખતે અનિરુદ્ધ અને સંહાર કરતી વખતે સંર્કષણ કહેવાય છે.

પરમતત્વ પરમાત્મા ત્રિવ્યૂહમા સમ્મિલિત થાય છે ત્યારે વ્યૂહ વાસુદેવ રૂપે હોય છે.સંસ્કૃતમા વ્યૂહનો અર્થ છે ગોઠવણી કરવી.ચતુર્વ્યૂહ ચાર અવતાર જે ભગવાનની લીલા અભિવ્યક્ત કરે છે.આ ચાર વ્યૂહ સ્વરૂપ વાસુદેવ,સંર્કષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ.

આ પ્રસર્જનમા વાસુદેવ અપ્રભાવિત રહી પોતાના પ્રાકૃતિક સ્વરૂપે જ રહે છે.વાસુદેવ નારાયણ અવતારે ૬ ગુણોથી સંપન્ન છે.ત્રણ વ્યૂહ અવતારના સ્તોત્ર છે.આ ક્રમિક વિકાસ એટલે એક દીવાની જ્યોતમાથી બીજા દીવાને જ્યોત પ્રગટાવી.

વાસુદેવ.પરમેશ્વર ત્રિગુણ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે વ્યૂહ વાસુદેવ રૂપે હોય છે.પરા વાસુદેવ કહેવાય છે.૬ ગુણો છે.જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ,બળ, વીર્ય,તેજસ,ચાર કર કમળોમા શંખ, ચક્ર,ગંદા અને અભય મુદ્રા ધારણ કરે છે.ગરૂડ ધ્વજા ધારણ કરે છે. છે.વાસુદેવ મોક્ષનું દાન કરે છે.કેશવ, નારાયણ અને માધવ રૂપાંતર સ્વરૂપ છે.

વસુદેવના પુત્ર વાસુદેવ.શ્રીગીતાના વિભૂતી યોગ અધ્યાયમાં શ્રી કૃષ્ણ કહે છે વૃષ્ણી વંશમાં હું વાસુદેવ છું.વાસુદેવ વિશ્વાત્મા છે.

પ્રદ્યુમ્ન.જ્યારે પરમાત્મા જ્ઞાન,બળ, શક્તિ અને તેજ પ્રગટ કરે છે ત્યારે પ્રદ્યુમ્ન કહેવાય છે. મન મસ્તકના અધિષ્ઠાતા છે.ચાર કર કમળોમા ધનુષ,બાણ,શંખ અને અભય મુદ્રા ધારણ કરે છે.મકર ધ્વજા ધારણ કરે છે.વંશ વૃદ્ધિ કારક છે.ત્રિવિક્રમ,વામન અને શ્રીધર રૂપાંતર સ્વરૂપ છે.’પ્ર’ એટલે વિશિષ્ટ.

અનિરુદ્ધ.જ્યારે પરમાત્મા શક્તિ અને તેજ પ્રગટ કરે છે ત્યારે અનિરુદ્ધ કહેવાય છે.ચાર કર કમળોમા ખડગ,ખેટ,શંખ અને અભય મુદ્રા ધારણ કરે છે.મૃગ ધ્વજા ધારણ કરે છે.અહંકારના અધિષ્ઠાતા છે.તેજના ગુણથી આત્મ તત્વ પ્રવર્તન કરે છે અને શક્તિના ગુણથી જગતનું ભરણ પોષણ કરે છે.અનિરુદ્ધ એટલે આજેય , પરાજિત કરી ન શકાય.

સંર્કષણ.પરમ તત્વ ભગવાનના જ્ઞાન અને બળના ગુણોથી સંર્કષણ પ્રગટ થાય છે.ચાર કર કમળોમા હળ, મૂસળ,ગદા અને અભય મુદ્રા ધારણ કરે છે.તાલ ધ્વજા ધારણ કરે છે.દુષ્ટોનો નાશ કરે છે.જ્ઞાનના ગુણથી શાસ્ત્રનુ પ્રવર્તન કરે છે અને બળના ગુણોથી જગતનો સંહાર કરે છે.વિષ્ણુ, ગોવિંદ, મધુસૂદન રૂપાંતર સ્વરૂપ છે.

‘સં’ એટલે પુરતું, સંપૂર્ણ.’કર્ષણ’ એટલે ખેંચવું, ઉખાડવુ.જેની પાસે સંહારની શક્તિ છે.જે પોતાના તરફ સ્થિર અને અસ્થિર વસ્તુને ખેંચી શકે છે.પ્રલય સમયે પણ શાંતચિત્તે રહે છે.’અચ્યુત’ એટલે કે હારતા કે નાશ પામતા નથી.દેવકીના ગર્ભમાંથી બલરામ રેવતીના ગર્ભમાં સ્થાપિત થયા.

પંચરાત્ર શાસ્ત્રમાં પ્રમાણે ભગવાન વિષ્ણુના ચાર ચતુર્વ્યૂહ સ્વરૂપ પૃથ્વી પર અવતર્યા હતા.પંચરાત્ર વૈષ્ણવ સંપ્રદાયનો આગમ ગ્રંથ છે જેની રચના ૩ જી સદીમાં થયી છે જેમાં નારાયણ આને વિષ્ણુના અવતારોનું વર્ણન મળે છે.પંચરાત્ર શાસ્ત્રમાં આત્મા સર્વોચ્ચ સાથે એક છે.પરંતુ તે એક વ્યક્તિગત પણ છે.મુક્તિની અવસ્થામાં પણ વ્યક્તિત્વને જાળવી રાખે છે અને સર્વોચ્ચ સાથેના આનંદની અનુભૂતિ કરે છે.પંચરાત્રમા યજ્ઞ કરતા પણ મૂર્તિ પૂજાનું મહત્વ છે.

મહાભારતમાં ચતુર્મુર્તિનુ વર્ણન મળે છે જેમાં વિષ્ણુના ચાર મસ્તક નૃસિંહ અને વારાહ મસ્તક, મનુષ્ય મસ્તક અને ઉગ્ર મસ્તક છે.પંચરાત્ર ગ્રંથમાં આ ચાર મસ્તક ચર્તુવ્યૂહ સ્વરૂપ વાસુદેવ, સંર્કષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધને અભિવ્યક્ત કરે છે.૧લી સદીમાં વીરવાદપંથના વર્ણન પ્રમાણે વૃષણી નાયકો વાસુદેવ, સંર્કષણ, સાંમ્બ અને અનિરુદ્ધ માનવ ચરિત્ર હતા જે ૪ થી સદીમાં વિષ્ણુ ભગવાનના સ્વરૂપમાં અવતાર કહેવાય છે.ચતુર્મુર્તિ એટલે વિરાટ, સૂત્રાત્મક,અવ્યક્ત અને તુરીય અવસ્થાનું ઇશ્વરનુ રૂપ.

ચાર વ્યૂહ અવતાર ચેતના પ્રગટ કરે છે.વાસુદેવ_તુરીય, સંર્કષણ_સુષ્પતી, પ્રદ્યુમ્ન_સ્વપ્ન અને અનિરુદ્ધ _ જાગૃત અવસ્થા.દરેક વ્યુહ અવતાર ચાર યુગ સાથે જોડાયેલ છે.વાસુદેવ કૃતયુગ, સંર્કષણ ત્રેતાયુગ, પ્રદ્યુમ્ન દ્વાપરયુગ અને અનીરૂધ્ધ કળીયુગ.

પંચરાત્ર ગ્રંથમા લક્ષ્મી તંત્રનો ઉલ્લેખ છે.લક્ષ્મી તંત્ર પ્રમાણે વર્ષના બારે માસના દેવતા ભગવાન વિષ્ણુ છે.

બાર માસના દેવતાનો અલગ અલગ નામો સાથે ઉલ્લેખ કર્યો છે.

વૈષ્ણવ સંપ્રદાયનો માર્ગ શરણાગતિનો છે.

શરણાગતિ ભક્તિ કરવાથી થાય છે.ભક્તિ માર્ગમાં ભક્તો આરાધના કરી ભગવાન વિષ્ણુની શરણે રહે છે.દરેક માસના દેવતા ભગવાન વિષ્ણુની આરાધના કરવી.લક્ષ્મી તંત્રમાં આધ્યાત્મ, બ્રહ્માણ્ડ,દેવી મહાત્મ્ય અને મંત્ર વિદ્યાનો ઉલ્લેખ છે.

લક્ષ્મી તંત્રની રચના ૯ મી થી ૧૨મી સદીમાં થયી છે.આ ગ્રંથમાં લક્ષ્મી નારાયણની ઉપાસના,પૂજા અર્ચનાનુ વર્ણન મળે છે.આ ગ્રંથ ભગવાન વિષ્ણુના કાળ પુરુષ સ્વરૂપનુ પ્રતિનિધિત્વ કરે છે.દરેક માસ માનવ અને માનસ પર અસર કરે છે.ધર્મ,અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ છે મનુષ્યોના અને સિદ્ધ કરવા લક્ષ્મી તંત્રમાં વિષ્ણુ આરાધનાનું વર્ણન કરવામાં આવ્યું છે.

વિષ્ણુ ભગવાનના ચાર વ્યૂહ સ્વરૂપ બીજા ત્રણ રૂપ અને શક્તિ સાથે પ્રકટ થયા અને વર્ષના બારે માસના દેવતા કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુની સાથે શક્તિ આરાધના કરવાનું મહત્વ છે.

વાસુદેવ ના ત્રણ રૂપ અને ત્રણ શક્તિ

કેશવ_ શ્રી,નારાયણ_ વાઘેશ્વરી,માધવ_કાન્તિ

માગશર,પોષ અને મહા માસના દેવતા છે.પૂર્વ દીશામાં વાસ છે.

પ્રદ્યુમ્ન.ના ત્રણ રૂપ અને ત્રણ શક્તિ

ત્રિવિક્રમ_ ઇચ્છા,વામન_ પ્રીતિ, શ્રીધર_રતી

જેઠ,અષાઢ આને શ્રાવણ માસના દેવતા છે.પશ્ચિમ દીશામાં વાસ છે.

અનિરુદ્ધ.ના ત્રણ રૂપ અને ત્રણ શક્તિ

શ્રી ઋષિકેશ_માયા, પદ્મનાભ_ધી,દામોદર_મહીમા

ભાદરવા,આસો અને કારતક માસના દેવતા છે.દક્ષિણ દીશામાં વાસ છે.

સંકર્ષણ ના ત્રણ રૂપ અને ત્રણ શક્તિ

વિષ્ણુ_ શાંતી, મધુસૂદન_વિભૂતી, ગોવિંદ_ક્રીયા

ફાગણ, ચૈત્ર અને વૈશાખ માસના દેવતા છે દક્ષિણ દીશામાં વાસ છે.

વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને નારાયણ પંચ નિયામક છે.

દેવતા પોતે જ પાંચ સ્વરૂપ ધારણ કરે છે.પરા, વ્યૂહ,વિભાવ, અંતર્યામી અને અર્ચ.અર્ચ એટલે મૂર્તિ.

ભગવાન વિષ્ણુ સર્વમા વ્યાપ્ત છે.અગમ્ય છે.સમસ્ત જગતના નિર્માતા છે પણ જગતથી પરે છે.ભગવાન વિષ્ણુ જ્યાં જ્યાં બિરાજે છે ત્યાં શક્તિ પણ બિરાજે છે.શ્રી, પુષ્ટિ,ગીર,કાન્તા, તુષ્ટિ, કીર્તિ,ઇલા, ઉર્જા, વિદ્યા, અવિદ્યા, શક્તિ અને માયા. આ બાર શક્તિઓ છે અને પાલિકા શક્તિ મહાલક્ષ્મી છે.ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીના ૬ ગુણો વ્યૂહ અને પ્રસર્જનની ક્રિયા પ્રકટ કરે છે.

ભગવાન વિષ્ણુના સ્વરૂપ અને લીલાં એમની જ કૃપાથી જાણી શકાય છે.

Author: સત્વ

Avid reader on varied subjects starting from Religion, Spirituality to Politics and Finance market too.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: