
વેદ વ્યાસજીની રચના, શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ શ્રીગીતાનુ અધ્યયન ફક્ત આધ્યાત્મિક નથી પણ સ્વ સહાય કરે છે.જાતને ઓળખવી અને વાસ્તવિકતા તરફ સચોટ દ્રષ્ટિકોણ રાખવામાં પંથ દર્શક છે.આજે સ્વ સહાય self help શીખવતી ઘણી માહિતી ઉપલબ્ધ છે જે કેમ મેળવવું, શું જોઈએ છે, કેટલું હોવું જોઈએ એના પર કેન્દ્રિત હોય છે.જ્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉચ્ચત્તમ લક્ષ્ય પ્રાપ્ત કરવાનો સંદેશ આપે છે.
આપણા રોજિંદા જીવનમાં કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.મોહ,લોભ, ક્રોધ, અંહકાર, ઇર્ષા જેવી અનેક નકારાત્મક પરિસ્થિતિ આપણી આસપાસ વીંટળાઈ રહે છે.
આજના સ્પર્ધાત્મકતા યુગમાં ટકી રહેવા માટે બાળકો અને યુવાવર્ગને તનતોડ પ્રયાસો કરવા પડે છે.જ્યારે ધાર્યું પરિણામ મળતું નથી તો નિરાશા, ગ્લાનિ,હતાશા,ભેદભાવ, જેવા પરિબળો આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવા પ્રેરીત કરે છે.
આપણું જીવન પણ કુરૂક્ષેત્રના યુદ્ધ જેવું છે.આપણને વારંવાર વિષાદ થાય છે, નિર્ણયો લેવામાં અવઢવ થાય છે.
શ્રીગીતાના દરેક શ્લોક સકારાત્મક અભિગમ કેળવવામાં માર્ગદર્શન આપે છે.સ્વયં શ્રીકૃષ્ણજીએ અર્જુનને કહ્યું છે કે નિર્ણય લેવામાં તું સ્વતંત્ર છે.
આપણા જીવનમાં જ્યારે આવી સ્થિતિ બને ત્યારે શ્રી ગીતાજીના શ્લોકનું વાંચન યોગ્ય માર્ગ બતાવે છે.વ્યવહારિક સમાધાન બતાવે છે.
જ્યારે પણ સમય મળે ત્યારે ભગવદ્ ગીતાનું વાંચન કરવું જોઈએ.નીચે આપેલા અધ્યાય અને શ્લોકો એક માર્ગદર્શિકા પૂરી પાડે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા એક સમાજ શાસ્ત્ર અને મનોવૈજ્ઞાનિક ગ્રંથ છે.
ક્રોધ.
અધ્યાય ૨ શ્લોક ૬,૬૨,૬૩.
અધ્યાય ૫ શ્લોક ૨૬,
અધ્યાય ૧૬ શ્લોક ૧,૨,૩,૨૧.
લાલસા
અધ્યાય ૩ શ્લોક ૩૭,૪૧,૪૩
અધ્યાય ૫ શ્લોક ૨૨ અને અધ્યાય ૧૬ શ્લોક ૨૧.
લોભ.
અધ્યાય ૧૪ શ્લોક ૧૭,અધ્યાય ૧૬ શ્લોક ૨૧,
અધ્યાય ૧૭ શ્લોક ૨૫.
ઇર્ષ્યા, દ્રેષ
અધ્યાય ૧૨ શ્લોક ૧૩,૧૪,અધ્યાય ૧૬ શ્લોક ૧૯
અધ્યાય ૧૮ શ્લોક ૭૧.
પ્રલોભન.વિષયોથી વશ થવું,મોહ માયા
અધ્યાય ૨ શ્લોક ૬૦,૬૧,૭૦
અધ્યાય ૭ શ્લોક ૧૪
અહંકાર ગર્વ, અભિમાન,કઠોરતા
અધ્યાય ૧૬ શ્લોક ૪,૧૩,૧૫
અધ્યાય ૧૮ શ્લોક ૨૬,૫૮
ભય,રાગ,બંધન
અધ્યાય ૪ શ્લોક ૧૦
અધ્યાય ૧૧ શ્લોક ૫૦
અધ્યાય ૧૮ શ્લોક ૩૦
અવસાદ, ખિન્નતા, દુર્બળતા Depression
અધ્યાય ૨ શ્લોક ૩,૧૪,અધ્યાય ૫ શ્લોક ૨૧
અસ્પષ્ટતા, મૂઢ ચિત્ત,confusion
અધ્યાય ૨ શ્લોક ૭,
અધ્યાય ૩ શ્લોક ૨
અધ્યાય ૧૮ શ્લોક ૬૧
પ્રેરણાહીન demotivate
અધ્યાય ૧૧ શ્લોક ૩૩
અધ્યાય ૧૮ શ્લોક ૪૮,૭૮
ભેદભાવ,પક્ષપાત, discriminated
અધ્યાય ૫ શ્લોક ૧૮,૧૯
અધ્યાય ૬ શ્લોક ૩૨
અધ્યાય ૯ શ્લોક ૨૯
મનમાં ગુનેગાર હોવાની લાગણી થવી, અધર્મી
અધ્યાય ૪ શ્લોક ૩૬,૩૭
અધ્યાય ૫ શ્લોક ૧૦
અધ્યાય ૯ શ્લોક ૩૦
અધ્યાય ૧૦ શ્લોક ૩
અધ્યાય ૧૪ શ્લોક ૬
અધ્યાય ૧૮ શ્લોક ૬૬
બુદ્ધિ પર કાબુ ન કરી શકવું.મનની ચંચળતા
અધ્યાય ૬ શ્લોક ૫,૬,૨૬,૩૫
વિસ્મૃતિ
અધ્યાય ૧૫ શ્લોક ૧૫,અધ્યાય ૧૮ શ્લોક ૬૧
આશા છુટી જવી કે ભરોસો ન રહેવો. No hope
ફળ મેળવવાની આશા ન રહેવી
અધ્યાય ૪ શ્લોક ૧૧,
અધ્યાય ૯ શ્લોક ૨૨,૩૪
અધ્યાય ૧૮ શ્લોક ૬૬,૭૮
એકલતા લાગવી Loniless
અધ્યાય ૬ શ્લોક ૩૦
અધ્યાય ૯ શ્લોક ૨૯
અધ્યાય ૧૩ શ્લોક ૧૬,૧૮
સ્વજનોનું મૃત્યુ અને વેદના
અધ્યાય ૨,શ્લોક ૧૩,૨૦,૨૨,૨૫,૨૭
આળસ,પ્રમાદ,કર્મ કરવાની ઇચ્છા ન થવી
અધ્યાય ૩ શ્લોક ૮,૨૦
અધ્યાય ૬ શ્લોક ૧૬
અધ્યાય ૧૮ શ્લોક ૩૯
ક્ષમા કરી દેવી, મુક્ત કરવું,forgiveness
અધ્યાય ૧૧ શ્લોક ૪૪
અધ્યાય ૧૨ શ્લોક ૧૩,૧૪
અધ્યાય ૧૬ શ્લોક ૧,૨,૩
મનની શાંતિ માટે
અધ્યાય ૨ શ્લોક ૬૬,૭૧
અધ્યાય ૪ શ્લોક ૩૯
અધ્યાય ૫ શ્લોક ૨૯
અધ્યાય ૮ શ્લોક ૨૮
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જ્ઞાન યોગ,કર્મ યોગ અને ભક્તિ યોગ છે.ત્રણ માર્ગ છે પણ ગંતવ્ય destination એક છે.