હિંડોળા

હિંડોળા
માઇ ફૂલકો હિંડોરો બન્યો ફૂલ રહી યમુના
ફૂલનકો ખંભ દોઉ ફૂલનકી ડાંડી ચાર
ફૂલનકી ચૌકી બની. હીરા જગમગના
ફૂલે અતિ બંસીબટ ફૂલે યમુનાતટ
સબ સખી ચહું ઓરેં ઝુલવત થોંરે થોંરે
‘નંદદાસ’ ફૂલે જહાં મન ભયો લગના.

ભારતીય સંસ્કૃતિ વૈદિક પરંપરા અને શાસ્ત્રો પરઆધારિત છે.આનંદની અનૂભૂતિ મેળવવી એ મનુષ્યજીવનનુ ધ્યેય છે.ભારતીય તહેવારો હ્રદયના આનંદઉલ્લાસને પ્રગટ કરવાનું માધ્યમ છે.

ભારતના દરેકપ્રાંતમા લોકો વર્ષ દરમિયાન પર્વ તહેવાર ઉજવતા હોય છે.પ્રત્યેક તહેવારોનું પોતાનુ મહત્વ હોય છે અને માહત્ય પણ.હોય છે.ધર્મિક તહેવારો કે પર્વને’ઉત્સવ’ કહેવાય છે.

ઉત્સવ આપણને રોજીંદા જીવનવ્યવહારમાંથી કઇં નવુ બક્ષે છે જેથી જીવનમાં શુષ્કતા રહેતી નથી.

શ્રીવલ્લભાચાર્ય રચિત પુષ્ટિ માર્ગમાઉત્સવોનું અનેરૂસ્થાન છે.પુષ્ટિમાર્ગ માં આરાધ્ય પરમાત્મા શ્રીકૃષ્ણનુંબાળ સ્વરૂપ છે.નંદવંદન યશોદોત્સંગ લાલિત વ્રજેશ્વેર શ્રીકૃષ્ણ ની સેવા થાય છે.

પુષ્ટિમાર્ગમાં નંદકુંવર કનૈયાનું લાલન પાલન નંદ -યશોદા અને વ્રજવાસીઓ કરતાં, એ રીતે સેવા પ્રણાલીમાં આવરીલેવામાં આવી છે.બાળકૃષ્ણની સેવા રસાનંદનો આનંદઆપે છે.પુષ્ટિમાર્ગમાં વિવિધ ઉત્સવોનુંઆયોજન થાય છે.
શ્રી ગુંસાઈજીએ પુષ્ટિસેવા પ્રણાલીમાં રાગ,ભોગઅને શૃંગારનો સમન્વય કરી સુંદર પરંપરા સ્થાપિતકરી છે.બારે માસના ઉત્સવ નિશ્ચિત કર્યા છે.ભગવાન ઉત્સવોના સમયે દર્શનોમાં અપૂર્વ રસદાન કરે છે.નેત્રોને સુખ પ્રાપ્ત થાય છે.પરમાનંદની પ્રાપ્તી થાય છે.
પુષ્ટિમાર્ગમાં ઉત્સવોનો આધાર શ્રીભદ્ ભાગવત છે.શ્રીકૃષ્ણની વિવિધ લીલાઓનું સ્મરણ કરાવે છે.
શ્રીકૃષ્ણ રસાત્મક છે.વર્ષા ઋતુના આગમનથી પ્રકૃતિસોળે કળાએ ખીલી ઉઠે છે.માનવી જ નહી ભગવાનનુ મન પણ મોહીત થઇ જાય છે. અષાઢ શ્રાવણમામેઘનુ આગમન, રીમઝીમ વરસાદ, વીજળીના ચમકાર,મંદ મંદ વાતો પવન,આવા સમયે શ્રીકૃષ્ણહિંડોળે બિરાજે છે.સંધ્યા સમયે પ્રભુના હિંડોળાનીરેશમી દોરી ઝાલી પ્રભુને હિચોળવા ભક્તો અધીરા થાય છે.સંતો ભક્તો ઝાઝ,પખાલ,મંજીરા,ઢોલકના તાલેહિંડોળાના પદ ગાઇ પ્રભુને આનંદ કરાવે છે તેમજસ્વંય આનંદ પામે છે.શ્રીકૃષ્ણે રાધાજી અને ગોપીઓસાથે રાસ રમીને જે લીલા કરી હતી તેની સ્મૃતિ તાજી કરી,હરિને હ્રદયમાં બેસાડી હિંડોળે ઝુલવવામાઆવે છે.

પુષ્ટિમાર્ગ હવેલી,સ્વામીનારાયણ સંપ્રદાયમાઅને ઇસ્કોન મંદિરમા હિંડોળા સજાવાય છે.
સામાન્ય રીતે અષાઢ વદ એકમથી હિંડોળા પ્રારંભથાય છે.ત્યાર પછી ત્રીસ દીવસ સુધી વિવિધ પ્રકારનાહિંડોળા થાય છે.ફળફૂલ,શાકભાજી, તુલસી, રાખડી,પવિત્રા,જરદોસી,મોતી,આભલાં,સૂકામેવા,ના હિંડોળાના શણગાર થાય છે.

હિંડોળા ઉત્સવ એટલે પ્રભુના સામીપ્યનો ઉત્સવ.વ્રજમા ૫૨ વન.અને ૨૪ ઉપવન છે.તેના આધારે શ્રી કૃષ્ણની વિવિધ લીલાઓનો ભાવ હિંડોળામા પ્રગટ થાય છે.ગોપીઓને યુગલ સ્વરૂપનોઆનંદ લેવડાવે છે, દેવીઓને નિકુંજ અને ઋતુનોઆનંદ લેવડાવે છે.
હિંડોળાનું પદ
દંપતી ઝૂલત સુરંગ હિંડોળે
ગૌર શ્યામ તન અતિ છબિ રાજત જાનો ધનદામિની
અનહોરે, વિદ્રુમખંભ જટિતનગ પટુલી કનક ડાંડી
શોભા દેત ચહું ઓરે
‘ગોવિંદ’પ્રભુકો દેખ લલિતાદિક હરખ હસત સબ
નવલકિશોરે.
વ્રજવાસીઓએ શ્રીકૃષ્ણને વિવિધ સ્થળોએ ઝૂલાઝુલાવ્યા છે.કદમની,.ડાળે,સંકેતવનમાં, શ્રીગોર્વધનનીતળેટીમા, શ્રી વૃંદાવનધામમાં, શ્રીકુંડ,કામવન આસ્થળે શ્રીકૃષ્ણે લીલા કરી છે.ભક્તો આ લીલાઓહિંડોળા દ્વારા પ્રગટ કરે છે.

ગુરૂ વંદના

ગુરુર્ગોવિંદ એક હૈ,દોનોમેં ના કોઈ ભેદ,
ગુરુ સ્વરૂપ ગોંવિદ જાનો,ગોંવિદ હી ગુરુ રૂપ.wp-1532621326831-1222432239.jpg

 

 

भावार्थ :
गुरु ब्रह्मा है, गुरु विष्णु है, गुरु हि शंकर है; गुरु हि साक्षात् परब्रह्म है; उन सद्गुरु को प्रणाम ।

धर्मज्ञो धर्मकर्ता च सदा धर्मपरायणः । तत्त्वेभ्यः सर्वशास्त्रार्थादेशको गुरुरुच्यते ॥

भावार्थ :
धर्म को जाननेवाले, धर्म मुताबिक आचरण करनेवाले, धर्मपरायण, और सब शास्त्रों में से तत्त्वों का आदेश करनेवाले गुरु कहे जाते हैं ।

निवर्तयत्यन्यजनं प्रमादतः स्वयं च निष्पापपथे प्रवर्तते । गुणाति तत्त्वं हितमिच्छुरंगिनाम् शिवार्थिनां यः स गुरु र्निगद्यते ॥

भावार्थ :
जो दूसरों को प्रमाद करने से रोकते हैं, स्वयं निष्पाप रास्ते से चलते हैं, हित और कल्याण की कामना रखनेवाले को तत्त्वबोध करते हैं, उन्हें गुरु कहते हैं ।

नीचं शय्यासनं चास्य सर्वदा गुरुसंनिधौ । गुरोस्तु चक्षुर्विषये न यथेष्टासनो भवेत् ॥

भावार्थ :
गुरु के पास हमेशा उनसे छोटे आसन पे बैठना चाहिए । गुरु आते हुए दिखे, तब अपनी मनमानी से नहीं बैठना चाहिए ।

किमत्र बहुनोक्तेन शास्त्रकोटि शतेन च । दुर्लभा चित्त विश्रान्तिः विना गुरुकृपां परम् ॥

भावार्थ :
बहुत कहने से क्या ? करोडों शास्त्रों से भी क्या ? चित्त की परम् शांति, गुरु के बिना मिलना दुर्लभ है ।

प्रेरकः सूचकश्वैव वाचको दर्शकस्तथा । शिक्षको बोधकश्चैव षडेते गुरवः स्मृताः ॥

भावार्थ :
प्रेरणा देनेवाले, सूचन देनेवाले, (सच) बतानेवाले, (रास्ता) दिखानेवाले, शिक्षा देनेवाले, और बोध करानेवाले – ये सब गुरु समान है ।

गुकारस्त्वन्धकारस्तु रुकार स्तेज उच्यते । अन्धकार निरोधत्वात् गुरुरित्यभिधीयते ॥

भावार्थ :
‘गु’कार याने अंधकार, और ‘रु’कार याने तेज; जो अंधकार का (ज्ञान का प्रकाश देकर) निरोध करता है, वही गुरु कहा जाता है ।

शरीरं चैव वाचं च बुद्धिन्द्रिय मनांसि च । नियम्य प्राञ्जलिः तिष्ठेत् वीक्षमाणो गुरोर्मुखम् ॥

भावार्थ :
शरीर, वाणी, बुद्धि, इंद्रिय और मन को संयम में रखकर, हाथ जोडकर गुरु के सन्मुख देखना चाहिए ।
ગુરૂ શબ્દ યુગપૂરાનો છે. સંસ્કૃતમાં ગૃ ધાતુ પરથી ગુરૂશબ્દ બન્યો. ગૃ એટલે ઉપદેશ આપવો.

જેને ઉપદેશ આપવાનો અધિકાર છે તે ગુરુ.દિવ્ય પ્રતિભાનું તેજ અને મહાનતાને વંદન કરવામાંઆવે તે ગુરૂ.
ગુ=માર્ગ બતાવે, રૂ=અંધકાર, અજ્ઞાન. અંધકાર જેવા અજ્ઞાનમાંથી, જ્ઞાનનો માર્ગ બતાવે તે ગુરુ.માનવ સમાજમાં પશુતા છેઅને પ્રભુતા પણ છે.પશુતાથી પ્રભુતાની યાત્રા

” તમસો મા જ્યોતિર્ગમય
મૃત્યોર્મા અમૃતં ગમય”.
જે અંધકારમાં થી પ્રકાશ તરફ લઇ જાય, મૃત્યુથી અમૃત સમીપ લઇ જાય તે ગુરૂ.
આપણા સનાતન ધર્મમાં ભગવાને વેદ આપ્યા. વેદ આપણને જ્ઞાન આપે છે.અજ્ઞાન દૂર કરે છે સદગુરૂનો આશ્રય કરી આત્મા પરમાત્માનું જ્ઞાન મેળવી પરમપંથે આગળ વધી શકાય છે.સંસારના કઠણ માર્ગ ને ગંતવ્ય સુધી પહોંચાડવામા સદગુરૂનું માર્ગદર્શન કૃપા સમાન છે.ધર્મનું આચરણ મનુષ્યને આધ્યાત્મિક માર્ગ સુધી દોરે છે પણ એ જ વખતે સાચા સદગુરૂ મળી જાય તો આધ્યાત્મિક શિક્ષણ મેળવીને જીવન ધન્ય થઇ જાય છે.આત્મવિશ્વાસ દ્રઢ થાય છે.ધર્મ, જ્ઞાન,ભક્તિ અને સત્સંગ ગુરૂ શિખવે.છે.ગુરુગીતામાં કહ્યું છે કે બ્રહ્મ વિધા ગુરૂના મુખમાથી પ્રગટ થાય છે જે ગુરૂ ભક્તિથી પ્રાપ્તથાય છે.બ્રહ્મવિધા અતિસુક્ષ્મ છે.તેનું જ્ઞાન ફકતગુરુ કરાવી શકે છે.કહેવાય છે કે ઇશ્વરનું સગુણસ્વરૂપ ઝટ આપણી સમક્ષ પ્રગટ નથી થતું પણ ગુરૂ આપણી સાથે સતત રહે છે.જગતના પ્રથમ ગુરુ ભગવાન છે.જગતને પશુતામાંથી મુક્ત કરી પ્રભુતાનો માર્ગબતાવ્યો.પોતે પ્રાપ્તકરેલ જ્ઞાનનું જાતે આચરણ કરે અને બીજા પાસેઆચરણકરાવે તે ગુરુ.

વેદના વારસદાર બ્રહ્માજી,આ વારસો તેમના માનસપુત્રો જે ઋષિમુનીઓને આપ્યો. ઋષિઓએ મનુષ્યોને આપ્યો. આમ ઋષિઓની પરંપરા ગુરુપરંપરા કહેવાઇ.
ઋષિ પરંપરા ધીમે ધીમે અસ્ત પામી અને સમાજમાં બે વર્ગ આવ્યાં.જ્ઞાનઆપનારા શિક્ષક અને ધર્મની દીક્ષા આપનાર ધર્મગુરુ.શિક્ષક માસ્તર બની ગયાઅને ધર્મગુરુઓ અનુયાયીઓ વધારતા ગયા અનેસામ્રાજ્ય બનાવતા ગયા.કર્મ, જ્ઞાન કે ભક્તિ, કોઇ પણ માર્ગ પર ચાલવા ગુરુઆનિવાર્ય છે.મનુષ્યધારી જીવાત્માઓનો હાથ પકડીઊંચે લઈ જાય, પ્રભુતાના માર્ગે ચાલવાનું શીખવે, તેપણ કોઇ સ્વાર્થ વિના, કેવળ કરૂણાથી તે ગુરુ.
આથી જ

“ગુરુબ્રહ્મા ગુરૂ વિષ્ણુ:ગુરુદેવો મહેશ્વર

ગુરુસાક્ષત પરબ્રહ્મા,ત્સમે શ્રી ગુરૂવે નમ:

જગતમાં જન્મ લેનાર મનુષ્યને ઘડનાર ગુરુ બ્રહ્મા.તકલીફમાં ટેકો આપે, નિષ્ફળતામાં ઉત્સાહ આપે,મન અને બુધ્ધિનું સારા ઉપદેશ આપી પોષણ કરે,તે ગુરુ વિષ્ણુ. સર્વ દોષનો નાશ કરે તે ગુરુ મહેશ

આપણા સનાતન વૈદિક ધર્મમાં પાંચ આચાર્ય-ગુરુછે.

(૧)શ્રી શંકરાચાર્ય -મહાદેવ શંકરનો અવતાર
(૨) શ્રી રામાનુજાચાર્ય-શેષજીનો અવતાર
(૩)શ્રીમાધ્વાચાર્ય-સૂર્ય નો અવતાર
.(૪)શ્રીનિમ્બાર્કાચાર્ય-નારદજીનો અવતાર
(૫)શ્રી વલ્લભાચાર્ય-શ્રીકૃષ્ણ અવતાર .
શિક્ષક શિષ્યને વિષય શિખવે,તે વિષય પાકો કરવાનુંકામ શિષ્યનું છે. જે શિષ્ય જેટલી મહેનત કરે, તેટલો આગળ વધે. ગુરુ માર્ગદર્શન આપે, સાધકે તેની શકિતથી સાધના કરી, પોતાના આત્માનો ઉધ્ધાર કરવાનો હોય છે.વિશ્વના સર્વ ધર્મગ્રંથોમાં ગીતાનુ તત્વ઼જ્ઞાન પરમ સત્ય છે.

ગીતા પાંચ હજાર વર્ષ જેટલી પ્રાચીન છે.તેનું તત્વ જ્ઞાન ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં સમગ્રવિશ્વમાં ઓતપ્રોત છે. આ જ્ઞાન આપનાર શ્રીકૃષ્ણ છે.શ્રીકૃષ્ણ ભગવાન છે, પરંતુ જગદગુરૂ છે તેથીમુનિઓએ,મનિષિઓએ કહ્યું છે”કૃંષ્ણ વંદે જગદગુરુમ્”. જેમણે જગતના પરમ સત્યો પચાવ્યા છે,જગતને નિ:સ્વાર્થભાવે સમજાવ્યા છે.અન્ય પાસ તેનું આચરણ અને સેવન યુગો સુધી કરાવે તે જગદગુરુ. કુરૂક્ષેત્રના મેદાનમાં અર્જુનને વિષાદ થાય છે.મહારથી અર્જુન સખા સારથી શ્રીકૃષ્ણને ગુરુ તરીકે સ્વીકારી,તેમના ચરણોમાં બેસી વિનંતી કરી.હું તમારો શિષ્ય છું. મને ઉપદેશ આપો ,માર્ગ દર્શનઆપો.હું તમારે શરણે છું. શ્રીકૃષ્ણે જગદગુરૂ બની અર્જુનને ઉપદેશ આપ્યો.

સદગુરૂમાં કલ્યાણકારી શિવતત્વ છે.શિવ એટલેકલ્યાણ અને મંગળ કરનાર.જીવનમાં શિવ સદગુરૂછે. જીવનમાંથી વિષયવાસનાનો નાશ કરીઆત્મામાંવૈરાગ્ય જગાવે છે.બ્રહ્મા સદગુરૂ રૂપે સદગુણોનું સર્જન કરે છે..
ભગવદ્કૃપા હોયતો સદગુરૂ પ્રાપ્ત થાય છે.સદગુરૂ માતા રૂપે, પિતા રૂપે અને બંધુ-મિત્ર રૂપે આવે છે.સદગુરૂ કુશળ શિલ્પિની જેમ શિષ્યનુ ઘડતર કરે છે.જીવન જીવવાની કળા શીખવે છે.આવા સદ઼ગુરૂ દુર્લભ છે.ગુરુએ શિષ્યમાં આત્મબળ પ્રેરિત કરવું જોઈએ જેથી શિષ્ય ગુરુ પર કાયમ ભરોસો કરી શકે.

ગુરુનું ભોળપણ અને લાગણીશીલતા જોઈ શિષ્ય ગુરુ પાસે જઇ હળવાશઅનુભવે છે,પોતાના મનનીમુંઝવણ તેમજ પ્રશ્નોની ચર્ચા ખુલ્લા મને કરી શકે છે.આ સદગુરૂનુ લક્ષણ છે.
“સાધુતો ચલતા ભલા” એટલે ગુરૂએ સદા એકજ સ્થાન પર બેસી ન રહેવું જોઈએ. જૈનસંતો હંમેશાં વિચરણ કરે છે. સમાજની દરેક વ્યક્તિને જ્ઞાન આપે છે.જેથી કોઇ એકજ સ્થાન નહીં પણ સમગ્ર સમાજનુ કલ્યાણ થઇ શકે.

આજની પેઢીને એવી ગુરુ-પેટર્ન જોવા મળે છે કેગુરુ શબ્દથી અશ્રધ્ધા ઉપજે છે.શિષ્યની ભાવના અને શ્રદ્ધાનો દુરપયોગ કરે છે.આવા પાખંડી ગુરુઓ વૈભવશાળી જીવન જીવે છે.

ગુરુપુર્ણિમા એટલે મહાભારતની રચના કરનાર વેદવ્યાસજીનો જન્મ દિવસ,વ્યાસ પુર્ણિમા પણ કહે છે.
ગુરૂ પુર્ણિમાની ઉજવણી સમગ્ર ભારતમાં થાય છે.શાળાઓ,આશ્રમો,મંદિરોમાં,ગુરુ સ્થાનોમા ગુરૂની પાદુકા તેમજ મુર્તિનું પૂજન થાય છે. શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે, દાન કરે છે. ગુરૂ સ્થાનોમા ભંડારા થાય છે જ્યાં અન્નદાન કરાય છે.
નેપાળમાં બુધ્ધપુર્ણિમાની ઉજવણી થાય છે.
જૈનધર્મમાં ચાતુઁમાસ પ્રારંભ થાયછે.
અષાઢી પૂનમે ગુરુ પુર્ણિમા ઉજવાય છે. ગુરુ ચંદ્રસમાન છે અને શિષ્ય અષાઢીમેઘ સમાન છે.

ચંદ્રરૂપે ગુરુ શિષ્યના અષાઢી મેઘ સમાન અંધકારને દૂરકરે છે.
અ઼જ્ઞાનતિમિરાન્ધસ્ય, જ્ઞાનાંજનશલાક્યા
ચક્ષુરુન્મીતં યેન, તસ્મે શ્રી ગુરુવે નમ:
જેમણે જ્ઞાનરૂપી અંજનની સળી વડે અજ્ઞાન રૂપી
અંધકારથી અંધ બનેલા નેત્ર ખોલ્યાં છે, તેવા
શ્રીગુરૂદેવને નમન હો.

ખીરચોર ગોપીનાથ

ખીરચોર ગોપીનાથ

શ્રી ચૈતન્ય મહાપ્રભુજીના મોટાભાઈ નિત્યાનંદજીનાગુરુભાઈ શ્રી માધવેન્દૃયતિજીએ પોતાના જીવનનો મોટો ભાગ વ્રજઅને ઓરીસ્સામા વિતાવ્યો હતો. ૧૪મી સદી મા ઉડીપી ના માધવસંપ્રદાયના ગોસ્વામી કહેવાતા. માધવસંપ્રદાય અને વલ્લભ સંપ્રદાય મા શ્રદ્ધા થી તેમને યાદ કરાય.છે.માધવસંપ્રદાયમા માધુર્યભાવની ધારણા અને પરિચય આપનાર શ્રી માધવેન્દ્રપૂરી હતા.તેમને શ્રીકૃષ્ણ સિવાય ની કોઈ બાબતમાં રસ નહતો.શ્રી્કૃષ્ણ ભક્તિમાં તલ્લીન થઇને નાચતા ગાતા અને ભગવાનનો વિયોગકરીને રડવા લાગતા.પ્રેમ લક્ષણા ભક્તિ કરતા. કયારેય કોઈનો સંગાથ ન કરતાં.એક વાર શ્રી ગિરિરાજીની પરિક્રમા કરવા વ્રજમાં આવ્યા.પરિક્રમા કરી સાંજના સમયે ગોવિંદકુંડ પાસે કીર્તન કરતા હતા. ઉપવાસ હતો એટલે કીર્તન કરતાં કરતા ધ્યાનમગ્ન થઇ ગયા. ત્યારે એક કોમળ સ્વર સંભળાયો.
“ઓ બાબા ઉઠો, તમારા માટે દૂધ લાવ્યો છું,દૂધ પી લો. શ્રીમાધવેન્દ્રપૂરીઆ બાળકને નિહાળી રહ્યા.બાળકની છબી તેમના મનમાં વસી ગઇ અને દૂધ આરોગીને તેમનું રોમ રોમ પુલકિત થઇ ગયું અને તૃપ્ત થઇ ગયા. આંખો બંધ કરી બાળકનુ સ્મરણકરવા લાગ્યા. તંદ્રામા સ્વપ્ન આવ્યું. એક કિશોર વયનો બાળક કહી રહ્યો હતો કે,”હું તમારી જ રાહજોઇ રહ્યો હતો. ગોર્વધન પર્વતની કંદરામાં મારા પૌત્રવ્રજનાભે મારી ગોર્વધનધારી ગોપાલની મૂર્તિની સ્થાપના કરી હતી પણ યવનના ભયથી મૂર્તિને એકગહન કુંજમા છુપાવીને પૂજારી જતા રહ્યા છે.ત્યારથી હું ત્યાં જછુ.ચાલો હું તમને એ સ્થાન બતાવુ” આવુ કહી આ કિશોર માધવેન્દ્રપુરીને એક કુંજ પાસે હાથ પકડીને લઈ ગયો. ” આ કુંજમાથી મને કાઢી મારી સ્થાપના કરો.” માધવેન્દ્રપુરીજી તંદ્રામાથીજાગ્યા ત્યારે તેમની આંખમા આંસુ આવી ગયા. પ્રભુએ મને દર્શન આપ્યા, દૂધ આપ્યું અને કષ્ટ સહનકર્યું. આસપાસમાથી સઘળા ગામવાસીઓને બોલાવી એ જગ્યા પરગયા.કુંજની ઝાડીઓ અને વેલલતાઓ ખસેડવામાં આવી. ત્યાં ગોપાલજીની મૂર્તિ મળી આવી. સૌ ગ્રામવાસી અને માધવેન્દ્રપૂરી ખૂશથઈ ગયા.એક શિલા પર મૂર્તિની સ્થાપના કરી. મૂર્તિને સો ઘડા જળથી સ્નાનકરાવ્યું.વસ્ત્ર ધારણકરાવ્યા. ચંદન,તુલસી અને ફૂલોની માળા ધરી.દૂધ, દહીં,ફળ અને મિષ્ટાન ધર્યો. માધવેન્દ્રપૂરી જાણતા હતાકે ગોપાલજી ભૂખ્યા છે. પોતે અને ગ્રામવાસીઓએ મળીને અનેક સામગ્રી ધરી અન્નકોટઉત્સવ ઉજવાયો.શ્રીગોપાળેસંપૂર્ણ સામગ્રી આરોગી.માધવેન્દ્રપૂરીવનમાંથી ગુંજાના દાણા વીણીલાવ્યા.તેની માળા બનાવી મોરપિચ્છ લાવી ચંદ્રીકાબનાવી તે શ્રી ગોપાલને ધરાવ્યા. આ સ્વરૂપ શ્રીનાથજીનુ સ્વરૂપ છે આજે નાથદ્રારામા બિરાજે છે માધવેન્દ્રપૂરી નિત્ય નિયમપૂર્વક સેવા કરતા હતા.ગ્રામજનો તેમને જતીબાબા કહેવા લાગ્યા.યતિએટલે સંન્યાસી.તેના પરથી ગામનુ નામ જતીપૂરા કહેવાય છે.
એક સમયે ઉષ્ણકાળમમાં શ્રીનાથજીએ યતિશ્રીને સ્વપ્નમાં આવીનેકહ્યું મને મલયચંદન અર્પણ કરો. જગન્નાથપૂરીથી મલયચંદન લઇ આવો.પોતાના બે ગૌડીયબ્રાહ્મણને સેવા સોંપી યતિશ્રી બંગાળ તરફ ગયા.શાંતીપૂરમા પોતાના શિષ્ય અદવૈત આચાર્યને ત્યાં ઉતરીતેમનેસઘળી વાત કરી. આચાર્ય યતિશ્રીની સેવાભાવનાઅને ભગવાન માટેનો પ્રેમ જોઈ ભાવુક થઇ ગયા.તેમણે પોતે આ કામ.કરવાની ઇચ્છા દર્શાવી.યતિશ્રી આચાર્યને ચંદન લાવવાનુ કાર્ય સોંપી દક્ષિણભારતમા રેમુના ગામ તરફ ગયા જયાં ગોપીનાથનું મંદિર છે.અત્યારે આ સ્થળ ઓરીસ્સામા છે. આ મંદિર ૧૨મીસદીમા સ્થાપિત થયું છે. ગોપીનાથજીના સ્વરૂપને ખીર ધરાવાનુ આજે પણ મહત્વ છે સ્વરૂપને ખીરચોરગોપીનાથ કહેવાય છે

.યતિજી ભગવાનના સ્વરૂપ સમક્ષ ભજન કીર્તન કરવા લાગ્યા.દર્શનકર્યાં પછી ત્યાંના બ્રાહ્મણને પૂછ્યું ભગવાનને કેવાપ્રકારના ભોગ ધરાવે છો. આ કોઇ સ્વાદ કરવાની ભાવના નહોતી. પણ સામગ્રીનો પ્રકાર જાણીને વ્રજમા ગોર્વધનગોપાળ નેે ધરવાની ઇચ્છા હતી.બ્રાહ્મણે ત્યાં તૈયાર કરવામાં આવતી સામગ્રીનુ વર્ણન કર્યું. સાંજે ભગવાનને માટીના ૧૨ ઘડામા ખીરનો ભોગ ધરાવે છે. જેને અમરીતકેલી કહૈવાય છે કારણકે આ ખીરઅમૃત સમાન છે.ત્યારેજ ખીર નો ભોગ ધરવામાં આવ્યો. યતિશ્રીને આમાંથી મને ચાખવા મળેતો હુંપણ વ્રજમાં મારા ગોપાલ માટે આવી જ ખીર તૈયાર કરૂં. પણ તરત જ તેમને થયું કે આવા વિચારો મારા થી ન કરાય જયારે મારી સમક્ષ ઠાકોરજી આરોગી રહ્યાં છે. આરતી દર્શન કરીને ત્યાંથી નિકળી એક શાંત સ્થળ પર બેસીને પોતાની ભૂલ પર પસ્તાવો કરવા લાગ્યા.અને હરે કૃષ્ણ હરે રામનુ રટણ કરવા લાગ્યા. આ બાજુ ગોપીનાથ મંદિરમા પૂજારી પ્રભુને શયન કરાવી પોતાનો નિત્યક્રમ પતાવી સૂઈ ગયા. રાત્રે શ્રી ગોપીનાથ તેમના સ્વપ્નમા આવ્યા અનેકહ્યુ”મંદિરના દ્વાર ઉઘાડી અને જુઓ મે મારા વસ્ત્રના છેડામાં ખીરની માટલી છુપાવી રાખી છે જે સંન્યાસી માધવેન્દ્રપૂરી માટે છે.બહાર એકાંત જગ્યામાં બેઠા છે. જઇને આપી આવો. પૂજારી સન્નાન કરી મંદિરમા ગયા અને ખીરની માટલી જોઈ આશ્ચર્ય પામ્યા.માટલી લઇ મંદિરના દ્વાર બંધ કરી યતિશ્રીને શોધવા નીકળ્યા. માધવેન્દ્રપૂરીને મળીને ખીરની માટલી આપતા કહ્યુ ,”,ભગવાનગોપીનાથે તમારા માટે છુપાવી રાખી હતી.” પોતે જોયેલ સ્વપ્નની વાત કરી.યતિશ્રીએ ખીરનો પ્રસાદ આરોગ્યો અને માટલી ધોઈ પોતાની પોટલીમા બાંધી લીધી.
ત્યારબાદ રેમુનામાબિરાજમાન ગોપીનાથ ખીરચોરા ગોપીનાથ કહેવાય છે. ભક્ત ભગવાનને ઓળખ આપે છે.રેમુનામા યતિશ્રીને લોકચાહના મળવા લાગી. યતિશ્રીએ ત્યાંલોકોને વૃંદાવનમા ગોપાળપ્રાગટ્યની વાત કરી.ત્યાં પણ લોકો ભગવાન માટે ચંદન એકઠું કરી આપવાલાગ્યા. યતિશ્રી અદવૈત આચાર્ય પાસેથી ચંદન લઇ વૃંદાવન તરફ આગળ વધ્યા.માર્ગમાં રેમુના આવતા ગોપીનાથના મંદિરમા દર્શન કરવા ગયા. અને ત્યાં રાત્રી મુકામ કર્યો. રાત્રે શ્રીગોર્વધનગોપાળે સ્વપ્નમા આજ્ઞા કરી,” આ મલયચંદન અને કપૂર શ્રી ગોપીનાથજીને અર્પણ કરો. મને ચંદન મળી ગયું છે.આ ચંદન ગોપીનાથને લગાવો જે મને મળી જશે.હું અને ગોપીનાથ એકરૂપ જ છે.”. યતિશ્રી સવારે મંદિરના પૂજારીને.ચંદન અને કપૂર આપ્યા.અને ઉષ્ણકાળમારોજ લગાવાનું કહ્યુ. આજે પણ એ રીતે ચંદન કપૂરઅર્પણ કરાય છે.
શ્રી માધવેન્દ્રપૂરીનો કૃષ્ણપ્રેમ અસામાન્ય હતો. તેમનાશિષ્યો સદા હરિકિર્તનમાં મગ્ન રહેતા.અંતિમ સમયમા રેમુનામા સમાધિ કરી. આજે પણ તેમની સમાધિ પર ચંદન ધરાય છે.તેમના ઇષ્ટદેવ આજે નાથદ્ગારામા બિરાજમાન છે વલ્લભસંપ્રદાયનાપુષ્ટીમાર્ગીયભકતો ના શ્રીનાથજી છે.

વારકરી સંપ્રદાય

આ સંપ્રદાય વિઠોબાની ભક્તિનો સંપ્રદાય છે.મહારાષ્ટૄ,કણાઁટક અને તૈલંગમાં વધુપ઼ચલિતછે. સંતોમાં પુંડલીક,જ્ઞાનદેવ અને એકનાથ થઇ ગયા.મરાઠી ભાષામાં વારી એટલે યાત્રાધામ અને યત્રાળુ એટલે વારકરી.આસંપદાયમાં કોઇ ચોકકસ વારકેદિવસેમુહમા ભજન કરાય છે. અષાઢીએકાદશી કે કાર્તિકએકાદશી ના દિવસે પૂના નજીક આણંદી અથવા પંઢરપૂરમાં વિઠોબાના દર્શન કરવા જવું અને ત્યાં સમુહમા કીર્તન કરવાતે આ સંપદાયનુ મુખ્ય કાયૉ છે.આ સંપ્રદાયનું સુત્ર “પુંડલીક વરદેહરિ વિઠ્ઠલ, નામદેવ તુકારામ પંઢરીનાથ મહારાજકીજય” વારકરી સંપ્રદાયના આરાધ્ય દેવ વિષ્ણુ નુ બાળ સ્વરૂપ ‘વિઠોબા’ છે.

‘રામકૃષ્ણ હરિ’ નુ સતત રટણ કરવામાં આવે છે.૧૩મી શતાબ્દિમા જ્ઞાનેશ્ર્વરે વારકરી સંપ્રદાયનો પાયો નાંખ્યો હતો. વારકરી સંપ્રદાય સાતત્ય એક જ છે એમ માને છે. આ સંપ્રદાયમાં ગુરુ પોતાના શિષ્યને પરંપરાગત જ્ઞાન આપીને આગળ વધારે છે.. ભાગવતગીતા અને શ્રીમદભાગવત વારકરી સંપ્રદાયનો મૂળ ગ્રંથછે.સંત જ્ઞાનેશ્ચર અને સંત તુકારામ ના પુસ્તકો સામાન્ય માનવીને સરળતાથી સમજણ આપે છે. દરેક સંતે નાની ‘હરિ પથ’ નામની ચોપડી લખી છે જે સરળ શબ્દોમાં વિષ્ણુનુ વર્ણન કરે છે કે એકજ પરમતત્વ છે જે પરમાત્મા છે.વિષ્ણુ સહસ્ત્રનામ પણ સહસ્ત્ર નામ એકજ પરમ તત્વના છે.આનું પરિણામ સમાજને એક કરી સાથે બાંધીને રાખે છે.આ સંપ્રદાય ચુસ્ત શાકાહારી છે. તુલસીની મળા પહેરવામા આવે છે. દરવર્ષે પંઢરપૂરની યાત્રા કરવામાં આવે છે જે સમુહમાં થાય છે. વિઠોબાના ભજન અને કીર્તન કરતાં કરતાં પગપાળા યાત્રા થાય છે. દર મહિનામાં બંને એકાદશીના ઉપવાસ કરાય છે .જાતપાત ના કોઈ ભેદભાવ નથી રખાતો . સંપ્રદાયના સંતો સામાન્ય સ્તરો માંથી આવેલા છે જેમને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા અને અક્ષુણ્ણપ્રેમછે.

આસંતોનામછે.
સંતજ્ઞાનેશ્ર્વર,તુકારામ,એકનાથ,નામદેવ,જનાબાઇ
મુક્તાબાઇ,ચોખામેલા,ગોરાકુંભાર,પુંડલિક

પુંડલિક

પુંડલિકના લગ્ન વીસ વર્ષની ઉંમરે થઇ ગયા હતા.પત્નિપ્રત્યે ખૂબ આસક્ત હતો. માતા પિતા તરફ જરાય ધ્યાન આપતો નહીં. એકવાર કેટલાક લોકોઉત્તર ભારતની યાત્રાએ જતા હતા ત્યારે પુંડલીક પણ યાત્રામાં જોડાયો..કુકુટ સ્વામીના આશ્રમમાં જઇને રહ્યા. પુંડલિકે રાત્રે જોયું કે ગંદા કપડાંવાળા અમુક લોકોએ આશ્રામમાં આવી ઝાડુંમાર્યુ,તો તેમના કપડાં સાફ થઇ ગયાંબીજા દિવસે પણ આજ જોવા મળ્યું. પુંડલિકે પૂછ્યું આમ કેમ?ત્યારે જવાબ મળ્યો કે અમે ચાર નદીઓ ગંગા,યમુના ભીમા અને કૃષ્ણા અહીં રોજ આવીને અમારી જાતને સ્વચ્છ કરીએ છીએ કારણે કે અલગ અલગ જગ્યાએથી લોકો આવીને અમારામાં સન્નાન કરી અમારા જળને ગંદુ કરે છે.. આ આશ્રમ પવિત્ર છે. અહીં સત્યતા છે. એક નદી એ કહ્યું એક એવો માણસ અહીં છે જે પોતાના માતા પિતાને ત્રાસ આપે છે. અહીં રહેવા લાયક નથી. પુંડલિકને નદીની વાણી સાંભળી ખૂબજ દુઃખ થયું અને પોતાની ભૂલ સમજાય અને માતા પિતાની માફી માગ. તેમની સેવા કરવા લાગ્યો. કૃષ્ણનો પરમ ભક્ત બની ગયો.
એક વખત ભગવાન શ્રીકૃષ્ણ પુંડલિક સમક્ષ પ્રગટ થયા . તે સમયે પુંડલિક માતા પિતાની સેવા શ્રુષા કરતો હતો. તેણે ભગવાનને ઈંટ આપી કહ્યું,થોડો વખત ઉભા રહો,હું મા -બાપની સેવા કરૂં છું. ભગવાન પ્રસન્ન થઇ થયા અને આજ સુધી આપણા પર કૃપા વરસાવે છે તેજપંઢરીનાથ છે.૬ઠી શતાબ્દિમાં વિઠોબાનું મંદિર બન્યું.

જ્ઞાનદેવ

માતાપિતાનુનામ વિઠ્ઠલ અને રૂકમણી હતું.વિઠ્ઠલવૈરાગીહતા અને રૂકમણી પણ ભક્તિભાવવાળાહતા.એક વખત શંકરભગવાને રુકમણીને’પુત્રવતીભવ’ના આશીષ
આપ્યા.આ વાત રૂકમણીએ પોતાના ગુરરામાનંદને કરી રામાનંદ કાશી જાઇ તેના પતિ વિઠ્ઠલને લઇ આવ્યા. વિઠ્ઠલે ત્રંબકેશ્ચર જાઇ પોતાના કર્મોની માફી માગી અને રૂકમણી સાથે ગૃહસ્થાશ્રમ માંડયો.તેમને ત્રણ પુત્રો અને એક પુત્રી થઇ. આ બધાં જ સંતાનો તેજસ્વી હતા. નિવૃત્તિનાથ,જ્ઞાનદેવ,સોપાન અને મુકતાબાઇ
પિતાએ ચારે સંતાનોને ઉત્તમ શિક્ષણ આપ્યું હતું.પણ આણંદીની પ્રજાએ તેમને માન્યતા ન આપી પિતા વિઠ્ઠલ એક સમયે સાધુ થઇ પાછા સંસારમાંઆવ્યા હતા જે એ સમયે શાસ્ત્રો વિરુદ્ધ કહેતા.સંતાનો ને જનોઈ આપવાનો હક પણ ન મળ્યો .નિરાશ થઇ ને વિઠ્ઠલ અને રૂકમણીએ ગંગાજીમાં દેહત્યાગ કરી દીધો. આ ચાર સંતાનો હવે અનાથ થઇ ગયા અને જેમતેમ પોતાનુ ગુજરાન કરી એકબીજાની સંભાળ કરતાં. જ્ઞાનદેવે પાડા પાસેવેદોચ્ચાર કરાવી સાબિત કર્યુંકે સાચું બ્રાહ્મણતત્વ સતર્કમ છે. જ્ઞાનદેવે પ્રસિદ્ધ ગ્રંથજ્ઞાનેશ્રવરી લખ્યું. બહેન મુકતાબાઇની દિવ્ય શકિત ઓની ઘણી કથાઓ પ્રચલિત છે.જ્ઞાનદેવ પોતાનાભાઈ નિવૃત્તિનાથને ગુરુ માનતા જે નાથસંપ્રદાયના પ઼ખર હતા.

એકનાથ

એકનાથ વારકરી સંપ્રદાયના શિષ્ય હતા. મરાઠી સાહસાહિત્યમાં એકનાથનુ નામ જ્ઞાનેશ્ચર અને નામદેવસાથે જોડાયેલુ છે. એકનાથ બ્રાહ્મણજ્ઞાતિનાહતા.જાતિવાદ અને અસ્પૃશ્યનો વિરોધ કરતા ૧૨ વર્ષની ઉંમરે દીક્ષા લઇ અધ્યયન શરુ કર્યું અને કાશી જાઇ હીંદી શિખ્યા. ગૃહાસ્થાશ્રમને આધ્યાત્મિક માર્ગમાં બાધા ન સમજતા. પ્રવૃતિ અને નિવૃત્તિ માર્ગ ને અપનાવતા. ચતુઃશ્લોકીભાગવત, ભાવાર્થ રામાયણ રૂકમણીસ્વંયર,આનંદ લહરી,સંત ચરિત્ર, પૌરાણિકઆખ્યાન ગ્રંથોની રચના કરી.

સંતતુકારામ

સંત તુકારામન અને તેમના રચેલા અભંગ દુનિયામાંજણીતા છે. સંત તુકારામ વારકરી સંપ્રદાયના શિષ્યહતા ભક્તિ આંદોલનની શરૂઆત કરનારા હતાતેમના અભંગઅંગ્રેજીમા પણ અનુવાદથયા છે.સર્મથરામદસ અને શિવાજીરાજાના સમકાલીન હતા.’દેવઘ્યા ફૂકા ન લાગે રૂકા’ અર્થાત દેવ ફોગટમા મળે છે.તે માટે એક પણ રૂપિયો ખર્ચ કરવો પડતો નથી. આમાં ભક્તિનો નિર્દેશ છે. તુકારામ દુનિયાદારી છોડવાની વાત કરતાં પણ દુનિયાદારો ન કરવી એવુ ન કહેતાં

સંતનામદેવ
સંત નામદેવ દરજી પરિવારમાં જન્મેલા.૨ વર્ષની ઉંમરે બોલતા શીખ્યા ત્યારે પ્રથમ શબ્દ’વિઠ્ઠલનુ ઉચ્ચારણ કર્યુ. બાળપણથી ભગવાનના ગુણગાન ગાવામાં મશગૂલ રહેતા કે આહાર નિંદ્ગા અને શાળાએ જવાનું ભૂલી જતાં.તેમના પુત્રના નામકરણ સંસ્કારમાં સ્વંય વિઠોબા નારાયણ નામના બાળક રૂપે આવ્યાં હતા. ૧૨ વર્ષની ઉંમરથી સંસંતજ્ઞાનેશશ્ર્વરને ઓળખતા હતા. સંતનામદેવ અને સંત જ્ઞાનેશ્ર્વર સાથે જાત્રા કરવા ગયાજૂનાગઢમાનરસિંહમહેતાને મળ્યા. કબીર અને કમાલને કાશીમાં મળ્યા. તુલસીદાસને ચિત્રકૂટમાં મળ્યા. પીપાજીને અયોધ્યામા મળ્યા, નાનકજીને ડેક્કનમા મળ્યા અને આખરે દાદૂ,ગોરખનાથ અને મત્સેયન્દનાથને મરૂભેમિમાં મળ્યાં હતા.

હિંદુધર્મ લાખો વર્ષો પુરાણો છે. અનેક વિચારધારા
અને સાધનાના પ્રકાર છે. અનેક સંપ્રદાય અને અનેક
પેટા સંપ્રદાય છે.ઈષ્ટદેવના આધારે (૧)વૈણ્વસંપ્રદાય(૨)શૈવસંપ્રદાય(૩)શાકતસંપ્રદાય. વૈષ્ણવ સંપ્રદાય સૌથી પ્રાચીન ભક્તિ સંપ્રદાય છે. જે વિષ્ણુ ને પોતાના ઈષ્ટદેવ માને છે.
પ્રત્યેક સંપ્રદાયનું પોતાનું સ્વતંત્ર સાંપ્રદાયિક સાહિત્ય પણ છે પ્રત્યેક સંપ્રદાયના આચાર્ય દ્વારા સાહિત્યનીરચનાઓ કરવામ આવી છે જે ભારતભરમાં ખૂબ જ પ્રખ્યાતછે. મહારાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ જયાંમહારાષ્ટ્રમાં વારકરી સંસંપ્રદાય ખૂબ પ્રચલિત છે જેનું ઉદગમ સ્થાન આણંદી છે. ત્યાં વારકરી શિક્ષણ સંસ્થછે. ધામિઁક અને આધ્યાત્મિક શિક્ષણ આપવામાં આવે છે.

કીર્તન

કીર્તન એટલે શ્રી હરિના અનંત નામ. દિવ્ય કર્મ અને અલૌકિક ગુણો નિરૂપણ કરવામાં આવે છે તેવાસ્તોત્રદિનુ શ્રદ્ધાપૂર્વક કથન.કીર્તન પ્રભુ સન્મુખ ગવાયછે. પ્રભુ એના વઙે જ પ્રસન્ન થાય છે.ભાવ પૂર્વકગાનારાઅનેસંભાળનારના હ્રદયમાં પ્રભુ પ્રેમ પ્રગટેછે અને અલૌકિક તત્વ ઓતપ્રોત થાય છે.

‘કલૌ કીર્તનાત્” કલિયુગમાં ભગવાન સુધી પહોંચવાનો સરળ માર્ગ કીર્તન છે. નવધાભક્તિનવ પ્રકારની ભક્તિનો પ્રકાર છે, જે બીજા સ્થાને છે.ગુણગાન અને કથા એ શ્બ્દવાચ્ય કીર્તનનો પ્રકાર છે.ભગવાનના ગૂણો-મહિમાનુ ગાન કરવુ. ગીતામાં સર્વપ્રથમ ‘કીર્તન’ જોવા મળ્યુ અને પછી ભાગવત અને બીજાભક્તિપુરાણઅનેઉપપુરાણોમા આનોઉલ્લેખમળેછે. ભાગવતમાગોપીગીત,વેણુગીત,ભ્રમરગીત,યુગલગીત કીર્તનનોપ્રકાર છે. જયદેવરચિત ‘ગીતગોવિંદ’ આર્દશ કીર્તનનુસ્વરૂપ છે. શ્રી કે.કા. શાસ્ત્રીએ ‘ભજન’ ને જ્ઞાનપરખઅને “કીર્તન’ ને ‘લીલા પ્રધાન’ કહી કીર્તનનુ મહત્વ સમજાવ્યું છે. કીર્તનમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન,ગુણગાન કે લીલાનું વર્ણન હોય છે. ભજન philosophical હોય છે. કીર્તન લોકસંગીત છે. કીર્તન હિંદુધર્મ, શીખધર્મ અને કઈક અંશે બુધ્ધધર્મમાં ઉપાસનાનું અંગ છે.ભજન સમજવું અઘરું છે, કીર્તન સરળતાથી હૃદયમાં ઉતરી જાય છે. માનવમન કીર્તનળમાં તલ્લીન થઇ જાય છે જ્યારે ભજનના એક એક શબ્દને સમજવાની કોશિશ કરવાની હોય છે. ૧૧-૧૨સદીમાં ભક્તિમાર્ગના ચાર આચાર્યોરામાનુજાચાર્ય, નિમ્બાકાચાર્ય,માધવાચાર્ય તેમજ વિષ્ણુ સ્વામી તથા તેમના શિષ્યોએ ભક્તિકીર્તનો દ્વારા ભારતમાં લઞભગ દરેક પ્રાન્તમાં ભક્તિનો ડંકોવગાડ્યો.ગુરુબાની કે શબ્દકીર્તન શીખધર્મમાં ભક્તિસંગીત તરીકે ગવાય છે. હાર્મોનિયમ અને તબલાનાસ્વર પર કીર્તન ગવાય છે. સ્વામીનારાયણ સંપ્રદાયમાંકીર્તનનુ અનેરૂ મહત્વછે. પરમાત્માનુ નામકીર્તન કરતાંકરતાં આઘ્યાત્મિક કલ્યાણ સાધવો મુખ્ય લક્ષ્ય છે
તેમની રચના, પદો અને કીર્તનસાહિત્ય દિવ્ય આનંદઆપે છે. ગૌડીય સંપ્રદાય, શ્રીચૈત્તન્ય સંપ્રદાયમાં નામસંકિર્તન પર વિષેશ ભાર મૂકે છે. ભગવાન માટે ગવાય ત્યારે દિવ્યતા પ્રગટે છે, ભક્તિ ઉદય પામે છે.
નામકીર્તન દ્વારા ભગવાન પોતાની મેળે ભક્ત તરફ
પ્રઞટ થાય છે ભગવાન ભકતાધિન છે. પુષ્ટિમાર્ગમાં
શ્રી વલ્લભમહાપ્રભુજી વૈષ્ણવોને આજ્ઞા કરે છે કે’શ્રીકૃષ્ણ સેવા સદા કાર્યા’ શ્રી કૃષ્ણની સેવા સદા કરવી. સેવાના ત્રણ અંગ છે. રાગ,ભોગ અને શૃંગાર.રાગ એટલે કીર્તન, ભોગ એટલે સામગ્રી અને શૃંગાર એટલે વાગાવસ્ત્ર. પુષ્ટિમાર્ગની સેવામાં શ્રીઠાકોરજી કીર્તનો સાથેજ જાગે છે, કીર્તનો સાથે આરોગે છે અને કીર્તનો સાથે પોઢે છે. પુષ્ટિમાર્ગમાં કીર્તન એજસાધ્ય છે. પુષ્ટિમાર્ગ અને સ્વામીનારાયણ સંપ્રદાયમાંઅષ્ટસખાનું સાહિત્ય એ ‘કીર્તન’ નો જ પ્રકાર છે.
કીર્તન ઘેર બેઠા ગંગા સમાન છે. પ્રભુ શ્રીરામે
શબરીને નવધાભક્તિ અને કીર્તનનો મહિમા કહયો.
ભારતમાં અનેક સંતો થઇ ગયા જે કીર્તનકાર તરીકે
પ્રસિધ્ધી પામ્યા છે. તેમના પદ અને કીર્તન આજે પણ લોકકંઠે છે. સંતતુકારામ,સંતકબીર,બંગાળના ચૈતન્યમહાપ્રભુજી, ભક્તપ્રહલાદ,સંતનામદેવ,સંત
જ્ઞાનેસશ્ર્વર,નરસિંહમહેતા, મીંરાબાઈ,ભક્ત ઘ્રુવ
પાનબાઈ,ગંગાસતી આવા અગણિત સંતોની રચનાઓ કીર્તન તરીકે ગવાય છે.
કબીરજી કહે છે,’તીર્થ ગયે ફળ એક,સંત મીલેફળ ચાર, સત્સંગ સે અનેક ફળ, કહત કબીર વિચાર. આપણા નારદજી નારાયણ નારાયણ બોલી
બોલીને ભ્રમણ કરતાં રહેતા.કીર્તન ગમે ત્યારે થઇ શકે ઊઠતા બેસતા, હરતા ફરતાં. ભારતમાં અનેકધાર્મિક સંસ્થાઓ સતત જાપ અને કીર્તન કરે છે.જેમકે જામનગર માં હનુમાનજી મંદિરમાં સતત રામધુન થાય છે. સામુહિક કીર્તનમાં અખંડ ધૂન, ભજનનામકીર્તન, જાગરણ કરાય છે. સામૂહિક કીર્તન થાયછે તે સ્થળ અને સ્થાનમાં નવા સ્પંદનો ઉભા થાય છેજે વાતાવરણને નિર્મળ, પવિત્ર અને અલૌકિક બનાવે છે વારંવાર ત્યાં જવા મન ખેંચાય છે. કહેવાય છે કે મહાદેવજી સતત રામનામનો જપકરે છે. શ્રીકૃષ્ણ શિવજીનુ સંકીર્તન કરે છે. હનુમાનજી રામનામનો જપ કરે છે. માતા પાર્વતી સતત શિવજી નુ ધ્યાન ધરે છે. લક્ષ્મીજી વીષ્ણૂ નીઉપાસના કરે છે. પ્રભુ સાથે ઐક્ય સાધવામા કીર્તનએક સાધન છે.સાધનાભક્તિનુ સ્વરૂપ છે. તાલ સાથે કીર્તન અને મંંત્ર આધ્યાત્મિક શકિત આપે છે. યોગ અને ધ્યાનમાં કીર્તન અને મંત્ર થી ગુણાતીત વાતાવરણ ઉત્પન્ન કરાય છે જે મનુષ્યને માનસિક અશાંતિમાં દૂર કરવામાં મદદરૂપ થાય છે. માનસિક તાણ, ગભરામણમાં થી મુક્તિ મળે છે. ધીરેધીરે હ્રદય શુદ્ધ થાય છે. જીવન જીવવાનો હેતુ મળે છે. આજકાલના દોડધામ અને પ્રતિસ્પર્ધા દરેક ક્ષેત્રેજોવા મળે છે. મનુષ્ય વારંવાર હતાશ થાય છે અને આત્મહત્યા જેવા પગલાં ભરવા પ્રયત્ન કરે છે. જો જીવનમાં કીર્તન મંત્રજાપનો નિયમ રાખવામાં આવે તો મનોબળ મજબૂત રહે છે અને કપરો સમય પસાર થઇ શકે છે.
કીર્તન ઊંડા જળશાય સમાન છે જેનું જળ
આંતરિક શાંતી અને આધ્યાત્મિક સંતોષ આપે છે.
તમે જેટલું વધુ જળ પીશો એટલું હ્રદય પ્રેમ અને
નિર્મળતા પ્રાપ્ત કરશે.
અમેરિકાના જાણીતા કીર્તનકાર કૃષ્ણદાસ કહે છે” The way i look it, when you want a kid to take medicine, you have to hide
it in some kind of syrup. With chanting the music is the syrup and the Divine Names are the medicine” તેમના મતે કીર્તન
એક ઔષધી તરીકે કામ કરે છે.

મોક્ષ

મોક્ષ એટલે શું? મુક્તિ કેમ મળે? મુક્તિ મેળવવા અને પામવા માં ફરક છે. એક મેળવી ને બીજી ઝંખના ઉત્પન થાય છે. જયારે પામી ને સંતોષ થાય છે. મનુષ્યજીવન ના ચાર લક્ષ્ય હોય છે. તેને ‘પુરુષાર્થ’ કહેવાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ એ પાયો છે, મોક્ષ અંતિમ ધ્ધેય છે. અર્થે અને કામ પુરુષાર્થ ના સાધન છે જેના દ્વારા અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરવાનુ છે.
Gajendra_Moksha_print
બધા જ દર્શનોઅલગ અલગ રીતે વિચારે છે. આદિશંકરાર્ચ્ય ના મતે આત્મા મૂળ નિત્ય, શુદ્ગ,ચૈતન્ય, મુક્ત અને અવિનાશી છે, પણ અવિધા અથવા અજ્ઞાનવશ થઈ તે બંધન માં ફસાય છે. અવિધાનો અંત લાવવો જરૂરી છે.જયારે કમૅ અને કમૅ ના બંધનોમાંથી મુક્તિ મનુષ્ય છૂટી જાય છે તો ‘જીવનમુકિત’ પામે છે. મનુષ્યના મનમાં કોઇ કામના રહેતી નથી, સવૅત્ર ઇશ્વરનો અનુભવ કરે છે.મનુષ્ય બંધનમાંથી મુક્ત થઇ પુનઃ શરીર ધારણ નથી કરતો તે,’વિદેહમુક્ત’ બને છે. અન્ય આચાર્યના મત મુક્તિ વિષે અલગ અલગ છે. રામાનુજચ્ચાયૅ કે વલ વિદેહ મુક્તિને જ માને છે. માધવાચાયૅ પણ ભગવાનના અનુગ્રહથી જ પ્રાપ્ત થતી મુક્તિને માને છે શાસ્ત્રો માં પાંચ પ્રકારની મુક્તિનુ વણૅન છે.૧)સાલોકય દેવ ભજન કરતાં તેના લોકમાં વાસ મળે. ૨)સાષ્ટિ જીવ દેવના ઐશ્વર્યાને ભોગવી શકવાનો અધિકાર પ્રાપ્ત કરે ૩) સામીપ્ય જીવ દેવ સાથે સામીપ્ય કેળવે ૪)સારુપ્ય જીવને દેવ જેવુ રૂપ મળે ૫) સાયુજ્ય જીવ દેવ સાથે એકત્વ મેળવે.

મુક્તિનુ સ્વરૂપ વિષે ભેદ છે. કેટલાક દશૅન દુઃખની નિવૃત્તિ એટલે મોક્ષ, તો કોઈ વળી પરમાનંદની અનુભૂતિને મુક્તિ માને છે. જૈન મતાનુસાર મોક્ષની પ્રાપ્તિ મનુષ્ય શરીર દ્વારા જ થાય છે. મનુષ્ય બંધનમાં જોડાય છે અને મુક્ત પણ થાય છે જે સમ્યક દશૅન, સમ્યક જ્ઞાન અને સ્મયક ચારિત્ર દ્વારા મેળવી શકાય છે. બૌદ્ધ દશૅન ‘નિર્વાણ” પ્રાપ્ત કરવા ની હિમાયત કરે છે. જીવની સંસાર નિવૃત્તિ એજ મુક્તિ છે. કર્મ અને વાસનાનું બંધન સંસારનુ નિર્માણ કરે છે. કર્મનો નાશ શક્ય નથી. પરંતુ જો ભગવાનની પ્રસન્નતા માટે કર્મ કરવામાં આવે તો સંસાર નાશ થઈ જાય છે. આ માટે ભક્તિમાર્ગ એકમાત્ર સહજ અને સરળ માર્ગ છે. કોઈ જાતના જતિવર્ણના ભેદભાવ વગર મનુષ્ય ભક્તિ માર્ગને અપનાવી શકે છે અને મુક્તિ મેળવવા પ્રયત્ન કરી શકે છે. શાંડિલ્ય ભક્તિ સૂત્રોમાં પ્રેમ સ્વરૂપ ભક્તિ કરવાનો ઉલ્લેખ મળે છે. નારદભકિત સૂત્રોમાં સર્વથી અધિક ભગવાનમાં સ્નેહ એટલે ભક્તિ. ભાગવત એ ભક્તિનો ગ્નંથ છે. ભગવાનના વિવિધ અવતારો,અનંત અલૌકિક લીલાઓનુ વર્ણન તેમાં છે. ભાગવત પાંચમો વેદ છે. વેદમાં વિવિધ પ્રકારની પ્રાથના,પૂજાતથા ભક્તિનો ઉલ્લેખ છે. ભગવદ્દ ગુણાનુવાદ ભક્તિનુ પોષક તત્વ છે. શ્રીવલ્લભાચાર્યજી એ ભક્તિવર્ધિની ગ્નંથમા ભક્તની ત્રણ અવસ્વથાઓનુ વર્ણન કર્યુ છે. ૧) પ્રેમ ભક્તને ભગવાનનુ આર્કષણ થાય અને અનુરાગ જાગે. ૨) આસકિત જગતમાં વૈરાગ્ય થવો અને પ્રભુમાં મન જોડાઈ જાય છે.૩) વ્યસન ભગવાન.સાથે જોડાઇ જવાની તીવ્ર તાલાવેલી . વિરહ વેદના. આ ભક્તિમાર્ગીય મોક્ષ છે. ઉત્તમ મોક્ષ છે

ગજેન્દ્રમોક્ષ ઉત્તમ ઉદાહરણ છે.

ફિલોસોફર

ફિલોસોફર એટલે કોણ? પાયથાગોરસ ના મતે ફિલોસોફર નો અથઁ  રમતગમત ની હરીફાઇ મા ત્રણ પ઼કાર ના લોકો આવતા હોય છે.                                                          (1) હરીફાઇ મા ભાઞ લેનારા  (2) ધંધાદારી વૃતિ થી આવનારા વેપારી જે  દુકાન પંઙાલ લગાવી આવક કરવા વાળા (3) નિમઁમ ભાવે રમતગમત નુ નિરીક્ષણ કરી આનંદ અને સંતોષ મેળવનારા પ઼ક્ષેક. એવી જ રીતે જીવન ની રમત મા પણ ત્રણ પ઼કારના લોકો જોવા મળે છે. (1) કીતિઁ અને વાહવાહીમેળવનારા (2) મોજશોખ નાગુલામ, ભૌતિક સંપત્તિ ના ઉપાસકો (3) પરમસત઼ ની ઉપાસના કરનારા જ્ઞાની જે ફિલોસોફર .                                                                                                                                 ભારતીય પરંપરા માં ફિલોસોફી ને દશઁનશાત્ર કહેવાય છે. ભારતીય દશઁન જ્ઞાનનો ભંડારછે. જિજ્ઞાસા,શોધ અને જ્ઞાન આ ત્રણ મૂળભૂત પાયા છે. શ્રૃષિમુનિઓની અનુભૂતિ માં થી જે સતૄ સાપડયું તે ભારતીય દશઁન નો આધાર છે.                      પશ્રિમ ની ફિલોસોફી મા આઘુનિક વિચારધારાઓ છે.તકઁકવાદ છે.નિતીપરાણય અને ઞૂઢતાને વિશે અણગમો ધરાવનારુ છે. જયારે ભારત નુ માનસ આંતરજીવન તરફ વધુ ઢળે છે.                                                                                            જગત શું છે? સંસાર શું છે?  પ઼ક઼તિ,મન,જીવ,ભઞવાન શુ છે? આવા દાશઁનિક સવાલ માનવ મન માં ઉદભવતા હોય છે. ૠષિમુનિઓ,જ્ઞાનીઓ અને ચિતંકોએ સાધના,ચિતંન,મનન અને એકાગ઼તાથી મેળવેલ જ્ઞાન વડે આ સવાલનાજવાબ આપી જે રચના કરી તે દશઁનશાત્ર. દશઁન એ સમાજ અને સંસકૃતિ નો અનમોલ ભંઙાર છે.

Guru Purnima

guru

 

 

 

 

 

 

 

 

“Gurugovind Dou Khade Kaaku Laage paay Balihari”

Guru aapne Govind Diya Baatay.Without teacher one can never reach God. Guru is a Sanskrit word. Gu means darkness and ru means the remover of darknes.  GuruPurnima is day when Lord shiva became the Guru of Saptashrishs seven sages.guru who leads their disciples on the path of enlighenment.Gurupurnima is celebratd by Hindus,Jainsand Buddhists Itis a day to pay respect to teachers.                                                                    

Sage Vyasa, author of epic Mahabharat is known as the symbol of Guru Shishyas tradition. Vyasa started writing the Brahma sutras on this day. Vyas purnima is celebrated during the month of Ashadha on the day of full moonday.

 Krishnam Vande Jagadguru.