આ સંપ્રદાય વિઠોબાની ભક્તિનો સંપ્રદાય છે.મહારાષ્ટૄ,કણાઁટક અને તૈલંગમાં વધુપ઼ચલિતછે. સંતોમાં પુંડલીક,જ્ઞાનદેવ અને એકનાથ થઇ ગયા.મરાઠી ભાષામાં વારી એટલે યાત્રાધામ અને યત્રાળુ એટલે વારકરી.આસંપદાયમાં કોઇ ચોકકસ વારકેદિવસેમુહમા ભજન કરાય છે. અષાઢીએકાદશી કે કાર્તિકએકાદશી ના દિવસે પૂના નજીક આણંદી અથવા પંઢરપૂરમાં વિઠોબાના દર્શન કરવા જવું અને ત્યાં સમુહમા કીર્તન કરવાતે આ સંપદાયનુ મુખ્ય કાયૉ છે.આ સંપ્રદાયનું સુત્ર “પુંડલીક વરદેહરિ વિઠ્ઠલ, નામદેવ તુકારામ પંઢરીનાથ મહારાજકીજય” વારકરી સંપ્રદાયના આરાધ્ય દેવ વિષ્ણુ નુ બાળ સ્વરૂપ ‘વિઠોબા’ છે.
‘રામકૃષ્ણ હરિ’ નુ સતત રટણ કરવામાં આવે છે.૧૩મી શતાબ્દિમા જ્ઞાનેશ્ર્વરે વારકરી સંપ્રદાયનો પાયો નાંખ્યો હતો. વારકરી સંપ્રદાય સાતત્ય એક જ છે એમ માને છે. આ સંપ્રદાયમાં ગુરુ પોતાના શિષ્યને પરંપરાગત જ્ઞાન આપીને આગળ વધારે છે.. ભાગવતગીતા અને શ્રીમદભાગવત વારકરી સંપ્રદાયનો મૂળ ગ્રંથછે.સંત જ્ઞાનેશ્ચર અને સંત તુકારામ ના પુસ્તકો સામાન્ય માનવીને સરળતાથી સમજણ આપે છે. દરેક સંતે નાની ‘હરિ પથ’ નામની ચોપડી લખી છે જે સરળ શબ્દોમાં વિષ્ણુનુ વર્ણન કરે છે કે એકજ પરમતત્વ છે જે પરમાત્મા છે.વિષ્ણુ સહસ્ત્રનામ પણ સહસ્ત્ર નામ એકજ પરમ તત્વના છે.આનું પરિણામ સમાજને એક કરી સાથે બાંધીને રાખે છે.આ સંપ્રદાય ચુસ્ત શાકાહારી છે. તુલસીની મળા પહેરવામા આવે છે. દરવર્ષે પંઢરપૂરની યાત્રા કરવામાં આવે છે જે સમુહમાં થાય છે. વિઠોબાના ભજન અને કીર્તન કરતાં કરતાં પગપાળા યાત્રા થાય છે. દર મહિનામાં બંને એકાદશીના ઉપવાસ કરાય છે .જાતપાત ના કોઈ ભેદભાવ નથી રખાતો . સંપ્રદાયના સંતો સામાન્ય સ્તરો માંથી આવેલા છે જેમને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા અને અક્ષુણ્ણપ્રેમછે.
આસંતોનામછે.
સંતજ્ઞાનેશ્ર્વર,તુકારામ,એકનાથ,નામદેવ,જનાબાઇ
મુક્તાબાઇ,ચોખામેલા,ગોરાકુંભાર,પુંડલિક
પુંડલિક
પુંડલિકના લગ્ન વીસ વર્ષની ઉંમરે થઇ ગયા હતા.પત્નિપ્રત્યે ખૂબ આસક્ત હતો. માતા પિતા તરફ જરાય ધ્યાન આપતો નહીં. એકવાર કેટલાક લોકોઉત્તર ભારતની યાત્રાએ જતા હતા ત્યારે પુંડલીક પણ યાત્રામાં જોડાયો..કુકુટ સ્વામીના આશ્રમમાં જઇને રહ્યા. પુંડલિકે રાત્રે જોયું કે ગંદા કપડાંવાળા અમુક લોકોએ આશ્રામમાં આવી ઝાડુંમાર્યુ,તો તેમના કપડાં સાફ થઇ ગયાંબીજા દિવસે પણ આજ જોવા મળ્યું. પુંડલિકે પૂછ્યું આમ કેમ?ત્યારે જવાબ મળ્યો કે અમે ચાર નદીઓ ગંગા,યમુના ભીમા અને કૃષ્ણા અહીં રોજ આવીને અમારી જાતને સ્વચ્છ કરીએ છીએ કારણે કે અલગ અલગ જગ્યાએથી લોકો આવીને અમારામાં સન્નાન કરી અમારા જળને ગંદુ કરે છે.. આ આશ્રમ પવિત્ર છે. અહીં સત્યતા છે. એક નદી એ કહ્યું એક એવો માણસ અહીં છે જે પોતાના માતા પિતાને ત્રાસ આપે છે. અહીં રહેવા લાયક નથી. પુંડલિકને નદીની વાણી સાંભળી ખૂબજ દુઃખ થયું અને પોતાની ભૂલ સમજાય અને માતા પિતાની માફી માગ. તેમની સેવા કરવા લાગ્યો. કૃષ્ણનો પરમ ભક્ત બની ગયો.
એક વખત ભગવાન શ્રીકૃષ્ણ પુંડલિક સમક્ષ પ્રગટ થયા . તે સમયે પુંડલિક માતા પિતાની સેવા શ્રુષા કરતો હતો. તેણે ભગવાનને ઈંટ આપી કહ્યું,થોડો વખત ઉભા રહો,હું મા -બાપની સેવા કરૂં છું. ભગવાન પ્રસન્ન થઇ થયા અને આજ સુધી આપણા પર કૃપા વરસાવે છે તેજપંઢરીનાથ છે.૬ઠી શતાબ્દિમાં વિઠોબાનું મંદિર બન્યું.
જ્ઞાનદેવ
માતાપિતાનુનામ વિઠ્ઠલ અને રૂકમણી હતું.વિઠ્ઠલવૈરાગીહતા અને રૂકમણી પણ ભક્તિભાવવાળાહતા.એક વખત શંકરભગવાને રુકમણીને’પુત્રવતીભવ’ના આશીષ
આપ્યા.આ વાત રૂકમણીએ પોતાના ગુરરામાનંદને કરી રામાનંદ કાશી જાઇ તેના પતિ વિઠ્ઠલને લઇ આવ્યા. વિઠ્ઠલે ત્રંબકેશ્ચર જાઇ પોતાના કર્મોની માફી માગી અને રૂકમણી સાથે ગૃહસ્થાશ્રમ માંડયો.તેમને ત્રણ પુત્રો અને એક પુત્રી થઇ. આ બધાં જ સંતાનો તેજસ્વી હતા. નિવૃત્તિનાથ,જ્ઞાનદેવ,સોપાન અને મુકતાબાઇ
પિતાએ ચારે સંતાનોને ઉત્તમ શિક્ષણ આપ્યું હતું.પણ આણંદીની પ્રજાએ તેમને માન્યતા ન આપી પિતા વિઠ્ઠલ એક સમયે સાધુ થઇ પાછા સંસારમાંઆવ્યા હતા જે એ સમયે શાસ્ત્રો વિરુદ્ધ કહેતા.સંતાનો ને જનોઈ આપવાનો હક પણ ન મળ્યો .નિરાશ થઇ ને વિઠ્ઠલ અને રૂકમણીએ ગંગાજીમાં દેહત્યાગ કરી દીધો. આ ચાર સંતાનો હવે અનાથ થઇ ગયા અને જેમતેમ પોતાનુ ગુજરાન કરી એકબીજાની સંભાળ કરતાં. જ્ઞાનદેવે પાડા પાસેવેદોચ્ચાર કરાવી સાબિત કર્યુંકે સાચું બ્રાહ્મણતત્વ સતર્કમ છે. જ્ઞાનદેવે પ્રસિદ્ધ ગ્રંથજ્ઞાનેશ્રવરી લખ્યું. બહેન મુકતાબાઇની દિવ્ય શકિત ઓની ઘણી કથાઓ પ્રચલિત છે.જ્ઞાનદેવ પોતાનાભાઈ નિવૃત્તિનાથને ગુરુ માનતા જે નાથસંપ્રદાયના પ઼ખર હતા.
એકનાથ
એકનાથ વારકરી સંપ્રદાયના શિષ્ય હતા. મરાઠી સાહસાહિત્યમાં એકનાથનુ નામ જ્ઞાનેશ્ચર અને નામદેવસાથે જોડાયેલુ છે. એકનાથ બ્રાહ્મણજ્ઞાતિનાહતા.જાતિવાદ અને અસ્પૃશ્યનો વિરોધ કરતા ૧૨ વર્ષની ઉંમરે દીક્ષા લઇ અધ્યયન શરુ કર્યું અને કાશી જાઇ હીંદી શિખ્યા. ગૃહાસ્થાશ્રમને આધ્યાત્મિક માર્ગમાં બાધા ન સમજતા. પ્રવૃતિ અને નિવૃત્તિ માર્ગ ને અપનાવતા. ચતુઃશ્લોકીભાગવત, ભાવાર્થ રામાયણ રૂકમણીસ્વંયર,આનંદ લહરી,સંત ચરિત્ર, પૌરાણિકઆખ્યાન ગ્રંથોની રચના કરી.
સંતતુકારામ
સંત તુકારામન અને તેમના રચેલા અભંગ દુનિયામાંજણીતા છે. સંત તુકારામ વારકરી સંપ્રદાયના શિષ્યહતા ભક્તિ આંદોલનની શરૂઆત કરનારા હતાતેમના અભંગઅંગ્રેજીમા પણ અનુવાદથયા છે.સર્મથરામદસ અને શિવાજીરાજાના સમકાલીન હતા.’દેવઘ્યા ફૂકા ન લાગે રૂકા’ અર્થાત દેવ ફોગટમા મળે છે.તે માટે એક પણ રૂપિયો ખર્ચ કરવો પડતો નથી. આમાં ભક્તિનો નિર્દેશ છે. તુકારામ દુનિયાદારી છોડવાની વાત કરતાં પણ દુનિયાદારો ન કરવી એવુ ન કહેતાં
સંતનામદેવ
સંત નામદેવ દરજી પરિવારમાં જન્મેલા.૨ વર્ષની ઉંમરે બોલતા શીખ્યા ત્યારે પ્રથમ શબ્દ’વિઠ્ઠલનુ ઉચ્ચારણ કર્યુ. બાળપણથી ભગવાનના ગુણગાન ગાવામાં મશગૂલ રહેતા કે આહાર નિંદ્ગા અને શાળાએ જવાનું ભૂલી જતાં.તેમના પુત્રના નામકરણ સંસ્કારમાં સ્વંય વિઠોબા નારાયણ નામના બાળક રૂપે આવ્યાં હતા. ૧૨ વર્ષની ઉંમરથી સંસંતજ્ઞાનેશશ્ર્વરને ઓળખતા હતા. સંતનામદેવ અને સંત જ્ઞાનેશ્ર્વર સાથે જાત્રા કરવા ગયાજૂનાગઢમાનરસિંહમહેતાને મળ્યા. કબીર અને કમાલને કાશીમાં મળ્યા. તુલસીદાસને ચિત્રકૂટમાં મળ્યા. પીપાજીને અયોધ્યામા મળ્યા, નાનકજીને ડેક્કનમા મળ્યા અને આખરે દાદૂ,ગોરખનાથ અને મત્સેયન્દનાથને મરૂભેમિમાં મળ્યાં હતા.
હિંદુધર્મ લાખો વર્ષો પુરાણો છે. અનેક વિચારધારા
અને સાધનાના પ્રકાર છે. અનેક સંપ્રદાય અને અનેક
પેટા સંપ્રદાય છે.ઈષ્ટદેવના આધારે (૧)વૈણ્વસંપ્રદાય(૨)શૈવસંપ્રદાય(૩)શાકતસંપ્રદાય. વૈષ્ણવ સંપ્રદાય સૌથી પ્રાચીન ભક્તિ સંપ્રદાય છે. જે વિષ્ણુ ને પોતાના ઈષ્ટદેવ માને છે.
પ્રત્યેક સંપ્રદાયનું પોતાનું સ્વતંત્ર સાંપ્રદાયિક સાહિત્ય પણ છે પ્રત્યેક સંપ્રદાયના આચાર્ય દ્વારા સાહિત્યનીરચનાઓ કરવામ આવી છે જે ભારતભરમાં ખૂબ જ પ્રખ્યાતછે. મહારાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ જયાંમહારાષ્ટ્રમાં વારકરી સંસંપ્રદાય ખૂબ પ્રચલિત છે જેનું ઉદગમ સ્થાન આણંદી છે. ત્યાં વારકરી શિક્ષણ સંસ્થછે. ધામિઁક અને આધ્યાત્મિક શિક્ષણ આપવામાં આવે છે.