મોક્ષ એટલે શું? મુક્તિ કેમ મળે? મુક્તિ મેળવવા અને પામવા માં ફરક છે. એક મેળવી ને બીજી ઝંખના ઉત્પન થાય છે. જયારે પામી ને સંતોષ થાય છે. મનુષ્યજીવન ના ચાર લક્ષ્ય હોય છે. તેને ‘પુરુષાર્થ’ કહેવાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ એ પાયો છે, મોક્ષ અંતિમ ધ્ધેય છે. અર્થે અને કામ પુરુષાર્થ ના સાધન છે જેના દ્વારા અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરવાનુ છે.
બધા જ દર્શનોઅલગ અલગ રીતે વિચારે છે. આદિશંકરાર્ચ્ય ના મતે આત્મા મૂળ નિત્ય, શુદ્ગ,ચૈતન્ય, મુક્ત અને અવિનાશી છે, પણ અવિધા અથવા અજ્ઞાનવશ થઈ તે બંધન માં ફસાય છે. અવિધાનો અંત લાવવો જરૂરી છે.જયારે કમૅ અને કમૅ ના બંધનોમાંથી મુક્તિ મનુષ્ય છૂટી જાય છે તો ‘જીવનમુકિત’ પામે છે. મનુષ્યના મનમાં કોઇ કામના રહેતી નથી, સવૅત્ર ઇશ્વરનો અનુભવ કરે છે.મનુષ્ય બંધનમાંથી મુક્ત થઇ પુનઃ શરીર ધારણ નથી કરતો તે,’વિદેહમુક્ત’ બને છે. અન્ય આચાર્યના મત મુક્તિ વિષે અલગ અલગ છે. રામાનુજચ્ચાયૅ કે વલ વિદેહ મુક્તિને જ માને છે. માધવાચાયૅ પણ ભગવાનના અનુગ્રહથી જ પ્રાપ્ત થતી મુક્તિને માને છે શાસ્ત્રો માં પાંચ પ્રકારની મુક્તિનુ વણૅન છે.૧)સાલોકય દેવ ભજન કરતાં તેના લોકમાં વાસ મળે. ૨)સાષ્ટિ જીવ દેવના ઐશ્વર્યાને ભોગવી શકવાનો અધિકાર પ્રાપ્ત કરે ૩) સામીપ્ય જીવ દેવ સાથે સામીપ્ય કેળવે ૪)સારુપ્ય જીવને દેવ જેવુ રૂપ મળે ૫) સાયુજ્ય જીવ દેવ સાથે એકત્વ મેળવે.
મુક્તિનુ સ્વરૂપ વિષે ભેદ છે. કેટલાક દશૅન દુઃખની નિવૃત્તિ એટલે મોક્ષ, તો કોઈ વળી પરમાનંદની અનુભૂતિને મુક્તિ માને છે. જૈન મતાનુસાર મોક્ષની પ્રાપ્તિ મનુષ્ય શરીર દ્વારા જ થાય છે. મનુષ્ય બંધનમાં જોડાય છે અને મુક્ત પણ થાય છે જે સમ્યક દશૅન, સમ્યક જ્ઞાન અને સ્મયક ચારિત્ર દ્વારા મેળવી શકાય છે. બૌદ્ધ દશૅન ‘નિર્વાણ” પ્રાપ્ત કરવા ની હિમાયત કરે છે. જીવની સંસાર નિવૃત્તિ એજ મુક્તિ છે. કર્મ અને વાસનાનું બંધન સંસારનુ નિર્માણ કરે છે. કર્મનો નાશ શક્ય નથી. પરંતુ જો ભગવાનની પ્રસન્નતા માટે કર્મ કરવામાં આવે તો સંસાર નાશ થઈ જાય છે. આ માટે ભક્તિમાર્ગ એકમાત્ર સહજ અને સરળ માર્ગ છે. કોઈ જાતના જતિવર્ણના ભેદભાવ વગર મનુષ્ય ભક્તિ માર્ગને અપનાવી શકે છે અને મુક્તિ મેળવવા પ્રયત્ન કરી શકે છે. શાંડિલ્ય ભક્તિ સૂત્રોમાં પ્રેમ સ્વરૂપ ભક્તિ કરવાનો ઉલ્લેખ મળે છે. નારદભકિત સૂત્રોમાં સર્વથી અધિક ભગવાનમાં સ્નેહ એટલે ભક્તિ. ભાગવત એ ભક્તિનો ગ્નંથ છે. ભગવાનના વિવિધ અવતારો,અનંત અલૌકિક લીલાઓનુ વર્ણન તેમાં છે. ભાગવત પાંચમો વેદ છે. વેદમાં વિવિધ પ્રકારની પ્રાથના,પૂજાતથા ભક્તિનો ઉલ્લેખ છે. ભગવદ્દ ગુણાનુવાદ ભક્તિનુ પોષક તત્વ છે. શ્રીવલ્લભાચાર્યજી એ ભક્તિવર્ધિની ગ્નંથમા ભક્તની ત્રણ અવસ્વથાઓનુ વર્ણન કર્યુ છે. ૧) પ્રેમ ભક્તને ભગવાનનુ આર્કષણ થાય અને અનુરાગ જાગે. ૨) આસકિત જગતમાં વૈરાગ્ય થવો અને પ્રભુમાં મન જોડાઈ જાય છે.૩) વ્યસન ભગવાન.સાથે જોડાઇ જવાની તીવ્ર તાલાવેલી . વિરહ વેદના. આ ભક્તિમાર્ગીય મોક્ષ છે. ઉત્તમ મોક્ષ છે
ગજેન્દ્રમોક્ષ ઉત્તમ ઉદાહરણ છે.